આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

રહેનારા છે. એકેક કોટડીમાં ૫૦ થી ૬૦ માણસ સુધી પૂરવામાં આવે છે. કોઇ કોઈ વેળા તેઓ કોટડીની અંદર રમખાણ મચાવે છે ને માંહોમાંહે લડે છે. આવી સોબતમાં ગરીબડા હિન્દીના હેવા હાલ થાય, તે વાંચનાર સહેજે જાણી શકે છે.

બીજા હિન્દી કેદી.

આખી જેલમાં અમારા સિવાય ભાગ્યે જ ત્રણ ચાર હિન્દી કેદી હતા. તેઓને કારફોની સાથે પૂરાવું પડતું હતું. એટલું અમારા કરતં વધારે હતું. તો પણ મેં જોયું કે તેઓ ખુદ દિલથી રહેતા હતા, અને બહાર હતા તે વખતના કરતાં તેઓની તબીયત વધારે સારી હતી. તેઓએ ઉપરી જેલરની મહેરબાની મેળાવી હતી. કાફરોના પ્રમાણમાં કામ કરવામાં ચંચળ અને માહિતગાર હોવાથી તેઓને જેલની અન્દરજ સારી મજૂરી સોંપવામાં આવી હતી. એટલે કે તેઓ સ્ટોરમાં સંચાકામ પર દેખરેખ રાખવાનું તથા એવું બીજું કામ કરતા હતા, કે જે જરાયે ભારે પડતું કે મેલું નહિ લાગે. અમને પણ તેઓ બહુ મદદગાર થઇ પડ્યા હતા.

રહેઠણ.

અમને એક કોટડી સોંપવામાં આવી, તેમાં તેર માણસો રાખવા જેટલો માર્ગ હતો. તે કોટડીની ઉપર "કાળા કરજદાર કેદીઓ" એમ લખ્યું હતું, એટલે ઘણે ભાગે તે કોટાડીમાં દિવાની જેલ ભોગવનારા કાળા માણસોને રાખવામાં આવતા એમ થયું. તે કોટડીમાં હવા અને અજવાળાને સારૂં નાની સરખી બે બારીઓ હતી, તેને મજબૂત સળીયા જડ્યા હતા. એ વાટે જેટલી હવા આવતી હતી તે મારા હિસાબ પ્રમાણે બસ નહિ ગણાય, તે કોટડીની