આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

રવિકૃષ્ણ તાલેવંતસીંગની તબીયત છેવટ સુધી ખરાબ રહી. મિ. કાજી ને મિ. બાવાઝીર છેવટ સુધી માંદા રહ્યાં. મિ. રતનસી સોઢાને ચાતુર્માસનું વ્રત હોવાથી એકટાણું ખાતા; ખોરાક બરોબર નહિ હોવાથી ભૂખ ખેંચતા છેવટે સોજા થયા. આ સિવાય પરચુરણ માંદગી કેટલાકને હતી. છતાં એકંદરે જોયું કે માંદગીવાળા હિંદી પણ હાર્યા ન હતા. તે દેશને સારૂ આ ખાસ દુ:ખ ઉઠાવવા રાજી હતા.

જેલમાં વર્ણભેદ.

એમ જોવામાં આવ્યું કે બહારની ઇજાઓ કરતા અંદરની ઇજાઓ વધારે ભારે પડતી હતી. હિંદુ અને મુસલમાન તથા ઉંચ અને નીચ જાત એવો આભાસ કોઇ કોઇ વેળા જેલમાં જોવામાં આવતો હતો. જેલમાં બધા વર્ગના ને બધા વર્ણના હિંદી એકસાથે રહેતા હતા તેમાં જોઇ શકાયું કે આપણે સ્વરાજ્ય ન ચલાવીએ એવું કંઇ નથી, કેમકે છેવટે જે અડચણો આવી તે દૂર થતી હતી. કેટલાક હિંદુ એમ કહેતા હતા કે અમે મુસલમાનોનું રાંધેલું નહિ ખાઇએ. અમુક માણસના હાથનું રાંધેલું નહિ ખાઇએ. એમ કહેનાર માણસે હિંદુસ્થાનની બહાર પગજ ન મૂકવો જોઇએ. મેં એમ પણ જોયું કે કાફરાઓ કે ગોરાઓ આપણા અનાજને અડકે તેમાં અડચણ નહોતી. એક વખત એવું બન્યું કે પેલો તો ધેડો છે, તેની પાસે હું નથી સુવાનો, એવો સવાલ નીકળ્યો. આ પણ આપણને શરમાવા જેવું થયું. ઉંડા ઉતરતા એમ માલમ પડયું કે આવી અડચણ લેવાનું કારણ તે માણસને પોતાને બાધ હતો એમ નહિ પણ દેશમાં ખબર પડે તો તેના સગાં હરકત કરે. હું તો