આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
ગાંધીજીનો જેલનો અનુભવ.

ભારે હતો. તેણે ખાટલાવશ છતાં લડતને ટેકો આપેલો ને જે કોઇ મળતું તેની પાસે તે લડતનીજ વાત કરતો.

ફીનીક્સમાં જેઓ પાછળ રહ્યા તેઓમાં ૧૬ વર્ષની અંદરના છોકરાઓ પણ હતા. તેઓએ ને કારભારીઓએ જેલની બહાર હોવા છતાં જેલમાં જનાર કરતાં વધારે કરી બતાવ્યું. તેઓએ રાત દિવસનો ભેદ કહાડી નાંખ્યો. પોતાના સાથી તથા મુરબીઓ ન છુટે ત્યાં લગી અઘરાં વ્રતો લીધાં, અલુણા આહાર ઉપર નિર્વાહ ચલાવ્યો, ને જોખમનાં કામો પણ બેધડક થઇ માથે લીધાં. જ્યારે વીક્ટોરીયા કાઉંટીમાં હડતાલ પડી ત્યારે સેંકડો ગીરમીટીઆઓએ ફીનીક્સમાં આશરો લીધો. તેઓની બરદાસ કરવી એ એક મહત્ કાર્ય હતું. ગીરમીટીઆના શેઠો તરફથી ધાડ આવવાની ધાસ્તી છતાં બેધડકપણે કાર્ય કર્યે જવું એ બીજું. પોલીસો ત્યાં ગયા, મી. વેસ્ટને પકડી ગયા, બીજાઓને પકડી જાય એવો સંભવ હતો, તે બધાની તૈયારી રાખી. પણ એક આદમી ફીનીક્સમાંથી ચળ્યો નહી. હું ઉપર કહી ગયો છું કે આમા માત્ર એકજ કુટુંબ અપવાદ રૂપે રહેલું. ફીનીક્સના કારભારીઓએ આ પ્રસંગે કોમની સેવા બજાવી છે તેનું માપ હિંદી કોમ કરી શકે તેમ નથી. આ છુપો ઇતિહાસ હજુ નથી લખાયો તેથી હું તેમાંનો કંઇક ભાગ આપી જાઉં છું. તે એવી આશાથી કે કોઇક દિવસ કોઇ જીજ્ઞાસુ વધારે હકીકત મેળવી ફીનીક્સના કારભારીઓના કાર્યની કીંમત કંઇક અંશે આંકી શકે. હું વિશેષ લખવા લલચાઉં છું. પણ ફીનીક્સને અહીં પડતું મેલું છું.

ફીનીક્સની ટુકડી જેલ ગઇ એટલે જોહાન્સબર્ગથી ન રહી શકાયું. ત્યાંની સ્ત્રીઓ અધીરી થઇ. તેઓને જેલ જવાનો ઘણોજ