મહી લૂંટે, મોહન મહી લૂંટે
મહી લૂંટે, મોહન મહી લૂંટે વલગા ઝૂમી શાને કરો છો? હાર હૈયાનો તૂટે. મોહન૦ પીઓ તો હરિ પેટ ભરીને, તારે પીધે નહીં ખૂટે. મોહન૦ મીરાં કે પ્રભુ ગિરિધન નાગર, ચરણકમલ પર ઝૂકે. મોહન૦