આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જતા. હું મોડી રાતે પણ આવીશ જ ! બબલાને ધવરાવવા આવીશ: ચાંદો ઊગ્યો. ચાલો ફરીએ: ફૂલ-ફૂલ-ફૂલ ઊગ્યાં."

ત્રણ દિવસમાં તો આત્માએ દેહનું પિંજર ખાલી કર્યું. યમરાજ સાથેના યુદ્ધમાં ધીરજલાલ હાર પામ્યો. યમનો પક્ષ જબ્બર હતો.

માબાપને ખાતરી થઈ કે દીકરી વળગાડથી, જમાઈની અવળચંડાઈથી અને દેવસ્થાનોની ઠેકડીથી જ મૂઈ. ગામ-લોકોએ ધીરજલાલની જડતા ઉપર પીટ પાડી. સહુએ સામસામા દોષ દીધા. મંછા તો માબાપને અને વરને બેઉને વહાલી હતી. બેઉ પક્ષે જાણે કે એને ખેંચાખેંચીમાં જ ખતમ કરી.