આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકતો નથી. દરિયાની માછલી હોય તો તરફડી મરે છે, પણ માનવી હોય તો ધરતીમાં ઘર કરી ધીરે ધીરે પૃથ્વીના જીવનને ટેવાઈ જાય છે - જો સ્વતંત્ર મનથી નક્કી કરે તો."

"ને - જો પોતાના શિર પર જવાબદારી લઈને કરે તો." દાક્તરે હસતાં હસતાં ઉમેર્યું.

"સાચું કહ્યું." એટલું કહી જલદેવીએ સ્વામીનો હાથ ઝાલ્યો. દીકરીઓ બાના પડખામાં લપાઈ ગઈ. બધાં ઘરમાં ચાલ્યાં.

પરદેશી જહાજ નિઃસ્તબ્ધ ગતિથી મોટા દરિયા તરફ ચાલ્યું જતું હતું. સૂતેલા સમુદ્રજળ જાગતાં હતાં. આસમાની આંખોવાળો વિદેશી વિચારિ રહ્યો હતો કે આ તારાઓ પણ શું કોઈ ભાંગેલી, ડૂબેલી નૌકામાંથી બચી નીકળેલા મુસાફરો જ હશે!