આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


અણકથી વેદના


"મારી ઓરત બીમાર છે."

"ઓરતની બીમારીમાં તમે જઈને શું કરવાના હતા ? આપણે તો ઓઝલ-પર્દાવાળા છીએ : સમજો છો ને ?"

"ખુદાવંદ !" એ જુવાન ’લાન્સર’ની સજળ બે આંખો અમલદારની સામે તાકી રહી. વધુ તો નહિ એક અઠવાડિયાની જ રજા એ બે આંખો યાચી રહી હતી.

"જાઓ : ત્રણ દિવસની રજા આપું છું."

"ત્રણ દિવસ ! ગરીબપરવર, સ્ટેશનથી મારું ગામ પચીસ કોસ છેટું છે."

"ત્રણ દિવસ. જિદ ન કરો. રસાલાના મામલા છે."

"પણ આપ નામદાર વિચાર ક-"

"ચૂપ ! ત્રણ દિવસ : ટંચન !"

’ટંચન’ શબ્દ - અને કલ્યાણસંગનું શરીર ટટ્ટાર બન્યું; એનો જમણો હાથ સલામ કરતો લમણા પર અટક્યો.

"રાઈટ - એબાઉટ-ટર્ન !" અને કલ્યાણસંગનાં ચકચકતાં, કાળાં બૂટ ગોળ કૂંડાળું ફરી ગયાં.

"ક્વિક માર્ચ !" એ ફરમાન પડતાં જ જુવાને કદમ ઉપાડ્યા.

"ડિ...સ-મિસ !" એ છેલ્લો આદેશ અને યુવાન કૂચકદમ કરતો ’ઓર્ડરલી’-રૂમમાંથી બહાર નીકળી ગયો.

"તેજાજી : બકલ નંબર 45." એ નામની બૂમ પડતાં બીજો જુવાન ઓર્ડરલી-રૂમમાં દાખલ થયો. બહાર ઊભેલા લશ્કરી સિપાહીઓ અને