આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


અનંતની બહેન


વારની ગાડી બરોબર આવી હતી. સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યો ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકરડા ઉપર ઝાડે ફરીને ઊઠતી હરી, અને તે પછી ત્યાં શેરીનાં ત્રણથી આઠ વર્ષનાં છોકરાંનું દિશાએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું. 'જગડૂ શેરી'ના આવા રોજિંદા સૂર્યોદયને મનમાં મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરને પગથિયે ચડ્યો.

ઘર બરાબર ઉકરડાની સામે જ હતું. અંદર આંગણાની સાંકડી ભોંય ઉપર ભદ્રાબહેન જ પાણી છાંટીને રંગોળી પૂરી રહી હતી. સામે ઉકરડા પરનું ગંદુ દ્રશ્ય અનંતભાઈને ન દેખાય તે સારુ ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડદો બારણા આડો ટાંગી દીધો. અનંતે પૂછ્યું: "કેમ, ભદ્રા !"

ભદ્રાએ કોઈ ન સાંભળે તેમ વાક્ય સેરવી દીધું કે, "ભાઈ, વખતસર આવી પહોંચ્યા છો. હું ગૂંગળાઈ ગઈ છું. મને છોડાવી જજો, હો !"

"કોઈ તારો વાળ વાંકો કરી ન શકે." એટલું કહી અનંતે છાતી કાઢી, ખભા પરથી કૅમેરા ઉતાર્યો.

બે મહિના પર અનંત આહીં આવેલો ત્યારે આ જગ્યાએથી ઉકરડો ટાળવા માટે એણે તુલસીના કૂંડાં મુકાવી, પાણી છંટકોરી શેરીનાં લોકોને સ્વીટ્ઝરલાંડની સ્વચ્છ, સુંદર પોળોનો સિનેમા બતાવેલો. જગડૂ શેરીના મૂળ મહાપુરુષ જગડૂશા શેઠનું મોટું ચિત્ર કરાવીને પણ ત્યાં પધરાવેલું. પણ લોકોએ આ બધું એટલું જ આસાનીથી ફેંકી દીધેલું; કેમકે લોકોને તુલસી-કૂંડાં, સિનેમા અને જગડૂશાના ચિત્ર કરતાં મ્યુનિસિપાલટીના જાજરૂની વધુ જરૂર હતી. અને એને માટે જરૂર હતી એક તોપની: મ્યુનિસિપાલિટિને