આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


બેમાંથી કોણ સાચું?


તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?

લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો તમે કોઇ પણ કલ્પી શક્શો. પોતાની પત્નીનું એવું કમોત કોને ન ઉશ્કેરી મૂકે? રોમેરોમ શૂળા પરોવાય.

શેઠની રજા લેવા પણ હું નહોતો ગયો. એનું મોં જોવામાં પણ મેં પાપ માન્યું. એણે મને મોટર મોકલી સ્ટેશને પહોંચાડવા,તે મેં પાછી કાઢી. એ મને વિદાય આપવા આવ્યા, પણ એના લાંબા થયેલા હાથમાં મારો પંજો નહોતો મૂક્યો.

એણે શું મને આટલા માટે જ પોતાનો સેક્રેટરી નીમ્યો હતો? મારી અણઆવડત એ શું એટલા માટે જ દરગુજર કરતા હતા? ઓહ-ઓહ... એ બધું યાદ કરૂં છું ત્યારે મને ઝાળ લાગે છે. એ ભડકા આખી દુનિયાને ખાક કરવા પૂરતા થઇ પડે તેમ છે.

હું મારા વતનમાં આવ્યો. પણ મોં કોઇને નહોતો બતાવી શક્યો. છાનોમાનો જ હું ઘરમાં પેસી ગયો. ત્રણ દિવસ સુધી તો મને ભાન નહોતું રહ્યું કે દુનિયા ફરે છે કે થંભી ગઇ છે.દિવસ અને રાત્રિ પોતાનો ક્રમ સાચવે છે કે શું એકલા રાત્રિને જ વિશ્વનું રાજ સોંપાઇ ગયું છે!

ચોથે દિવસે મને સાન આવી. મેં મારો સામાન ઉખેળ્યો. લાહોરના શેઠનું મંત્રીપદ યાદ કરાવે તેવી જે જે ચીજ, છાપેલાં નોટ પેપર, મુલાકાતનાં કાર્ડ, શેઠનાં આપેલાં પ્રશસ્તિપત્રો, વિલાયતની મુસાફરી વખતના ટ્રંકો પર