આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“પણ-પણ લવો મા, ને હાંકો ઝટ તમારા બાપને – દીપડાને.”

“પણ અંધારું થઈ જાશે ને ત્યાં પછેં જરા થઈ જાશે છીછરી; ને પછી આ હાથ આવશે? બાપુએ કહીને સા’બને જ ઓરા લાવશો?”

“સાહેબા તમારો નોકર હશે!” અમલદારના દાંત કચકચ્યા “ “હોલ હિંદુસ્તાનનો હાકેમાં તમ સાટું થઈને હીં આવશે – એમ ને? તમારો ડોસો ચીરીને રાઈમેથી ભરશે – જાણો છો, સાંધીડાઓ?”

અમલદારની આ તોછડાઈને ગામડિયાઓ પી જતાં હતા; બહુ મુશ્કેલીથી ગળે ઉતારતા હતા.

“પણ ત્યારે આપ કહો તેમ કરીએ.” ડોસો ફરીથી કરગર્યો.

"અમલદારે એક ક્ષણ નજર ટેકવી આઘે આઘે ગાયોનાં ઘણ અને ભેંસોનાં ખાડુ ગામડા ભણી વળતાં હતાં.

"દોડો દોડો ઝટ, મલકના ચોરટાઓ!" એણે દાંત ભીંસી ભીંસીને કહ્યું : "ભેંસુના ખાડુને વાળી આવો - ને નાખો જરમાં."

"સાંભળતાંને વાર જ એકએક મોં નિસ્તેજ બન્યું. સૌએ એકબીજાની આંખોમાંથી પોતાના ડૂબતા હૈયાનો આધાર શોધ્યો. આખા ગામની ભૅંસોને એક દીપડાના મોઢામાં ઓરવાની વાત પણ એ પૃથ્વી પરની જરના જેવી એક માનસિક જર બની ગઈ. એ વાત કરનારનાં જડબાં અને સામે સૂતેલ પશુના ડાચા વચ્ચે કોઈ ભેદ ન રહ્યો.

"થીજી કેમ રિયા છો...?" અધિકારીએ પોતાની જીભ પર ધસતાં વિશેષણોને હોઠની વચ્ચે દબાવી દેવ કોશિશ કરી: " આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં..."

"ચાલો, મોટાભાઈ!" બુઢ્ઢા રાજપૂતના બે દીકરામાંથી નાનાએ મોટાભાઈનો હાથ ઝાલ્યો: "આપણે જ ઊતરીએ."

"ઊતરો તો પછી! એ શુક્ન જોવાં છે હજી!"

એટલું બોલીને અધિકરીએ પોતાની બંદૂક આ જુવાનોને જાણે કે જરમાં હડસેલવા માટે લાંબી કરી.

એ એક પળમાં બુઢ્ઢાનો બુઢાપો બેવડો બની ગયો. એનો હાથ