આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
ઉત્તરમેઘ

૨૪


મારી ઇચ્છા હતી હૃદયમાં આપને ભેટવાની,
તેમાં પામ્યો નહિ સફળતા તેથી હું મેધ સાથે;
સન્દેશાનાં વચન હમણાં આપને મોકલું છું,
સન્દેશાનાં પ્રતિવચનમાં આપ આશિષ દેજો.

૨૫


જો કે બુદ્ધિ બળથકી તમે સર્વ જાણી શકેા છે,
તો યે પ્રીતિ ધરી હૃદયમાં હું જણાવું તમેાને;
નક્કી જુનું નવીન બનતું પ્રીતિનો વાસ જ્યાં છે,
પ્રીતિ વિના નવીન પણ રે બાપુ, દીસે પુરાણું.

૨૫


આજે બાપુ તણું શરીર જ્યાં જેલમાંહે વસે છે,
શું ત્યાં મારું ઉચિત વસવું છે કદી જેલ બહાર;
એવા ભાવો મુજ મનમહીં ઉપજે છે અનેક,
તેથી યત્નો નિશદિન કરૂં જેલવાસી થવાને.