આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મેઘસન્દેશ


બાપુજી તો અતિથિ બનતાં રાજ્યના માનવંતા,
જાણ્યું તેણે મુખ નહિ મળે બાપુનું કો’દી જોવા;
બાપુનો એ અતિપ્રિય હતો શિષ્ય સત્યૈકનિષ્ઠ,
તેથી તેનાં દીલ મહીં થયો કેાઇ આધાત ભારી.

સર્વે સત્યાગ્રહી વીરજનેા જેલવાસી થવાના, એવું જાણી નિજહૃદયનાં બાપુની પાસ કાંઇ; સંદેશાનાં વચન જલદી મેાકલી આપવાને, ઇચ્છા રાખી શુભ દૂત તણી રાહ જોતો રહ્યો’તો.

મળ્યા તેણે દિવસ મનમાં ધૈર્ય રાખી ધણાયે, દીઠે। કો’દી ગગનપટમાં મેધ આષાઢ કેરો; દેખી તેનાં દીલ મહીં થયેા હર્ષ કેરો પ્રચાર, સંદેશાનાં વચન કથવા શીઘ્ર આવ્યો વિચાર.

</poem>