આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
ઉત્તરમેઘ

૩૭


અત્યાચારો બહુ બહુ થતા ન્યાયના નામથી જ,
ગુલામીમાં ભરતભૂમિને રાખવા ખડ્ગધારે ;
ઇચ્છે છે આ જુલમી જગમાં રાજ બ્રિટિશ કેરું,
એવાં સાચાં વચન નીકળે સર્વનાં મુખમાંથી.

૩૮


બ્હેનો માથે પણ થઈ રહ્યા લાઠી કેરા પ્રહારો,
બ્હેનો આજે બહુ હરખથી જેલવાસી બને છે;
દેવીઓ એ રણ વિચરતી મૃત્યુની બીક છેાડી,
આજે પુરાતન સમયની યાદી આપી રહી છે.

૩૯


આજે જ્યાં ત્યાં તકલી ચરખાનો થયો છે પ્રચાર,
વિદેશીનું ગ્રહણ કરતું કોઈ ના નામ નક્કી;
વ્યાપારીઓ પણ ધન તણેા ભાગ આપી રહ્યા છે,
એ દેખીને બ્રિટિશજનનાં ચિત્ત મુંઝાઈ જાતાં