આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯

જાગો રે અલબેલા કા’ના મોટા મુકુટધારી રે,
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ તમારી નિદ્રા ભારી રે ... જાગો રે∘
ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે,
દાતણ કરો તમો આદે દેવા, મુખ ધુઓ મોરારિ રે ... જાગો રે∘
ભાતભાતનાં ભોજન નીપાયાં, ભરી સુવર્ણથાળી રે,
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે ... જાગો રે∘
પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે,
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે ... જાગો રે∘
પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે ... જાગો રે∘

૩૦

અસબક

૩૧

કોઈ ના જાણે હરિયા, તારી ગતિ કોઈ ના જાણે હરિયા.
મિટ્ટિ ખાત મુખ દેખા જસોદા, ચૌદ ભુવન ભરિયા. તારી૦
પડી પાતાળ કાળી નાગ નાથ્યો, સૂર ને શશી ડરિયા. તારી૦
ડૂબત વ્રજ રાખ લિયો હે, કર ગોવર્ધન ધરિયા. તારી૦
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, શરણે આયે સો તરિયા. તારી૦