આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૨


૩૩

હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે,
પધારો વનમાળી રે ... હાં રે મેં તો.
પ્રભુ કંગાલ તોરી દાસી, પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,
દાસીની પૂરજો આશી ... પધારો∘
પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી,
મારે સાસુ નણદી છે શૂળી ... પધારો∘
પ્રભુ ભાતભાતના લાવું મેવા, તમે પધારો વાસુદેવા,
મારે ભુવનમાં રજની રહેવા ... પધારો∘
હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કા ઘર હૈ બંકા,
બાઈ મીરાંએ દીધા ડંકા ... પધારો∘

૩૪

માર્યા રે મોહનાં બાણ, ધુતારે મને માર્યાં મોહના બાણ. ટેક∘
ધ્રુને માર્યાં, પ્રહ્‌લાદને માર્યાં, તે ઠરી ના બેઠા ઠામ. ધુતારે∘
શુકદેવને ગર્ભવાસમાં માર્યાં, તે ચારે યુગમાં પરમાણ ધુતારે∘
હિરણ્યકશ્યપ મારી વા’લે ઉગાર્યો, પ્રહ્‌લાદ, દૈત્યનો ફેડ્યો છે ઠામ; ધુતારે∘
સાયર પાજ બાંધી વા’લે સેન ઉતારી, રાવણ હણ્યો એક બાણ ધુતારે∘
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, અમને પાર ઉતારો શ્યામ ધુતારે∘