આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫

બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. રાધે∘
એ મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરત કલ શોર રાધે∘
કાલી બદરિયા મેં વીજળી ચમકે, મેઘ હુઆ ઘનઘોર રાધે∘
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર રાધે∘
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તું તો મારા ચિત્તડાનો ચોર રાધે∘


૩૬

મળ્યો જટાધારી જોગેશ્વર બાવો, મળ્યો રે જટાધારી બાવો. ટેક∘
હાથમાં ઝારી, હું તો બાળકુંવારી વા’લા, દેવળ પૂજવા ચાલી જોગેશ્વર∘
સાડી ફાડી મેં કફની કીધી વા’લા, અંગ પર ભભૂતિ લગાડી જોગેશ્વર∘
આસન વાળી બાવો મઢીમાં બેઠો વા’લા, ઘેર ઘેર અલખ લગાડી જોગેશ્વર∘
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા, પ્રેમની કટારી મુંને મારી જોગેશ્વર∘


૩૭

નાગર નંદા રે, મુગુટ પર વારી જાઉં, નાગર નંદા. ટેક∘
વનસ્પતિ મેં તુલસી બડી હેં, નદિયનમેં બડી ગંગા; નાગર∘
સબ દેવનમેં શિવજી બડે હેં, તારનમેં બડા ચંદા. નાગર∘
સબ ભક્તમેં ભરથરી બડે હેં, શરણ રાખો ગોવિંદા; નાગર∘
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળ ચિત્ત ફંદા નાગર∘


૩૮