આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc


૩૯

લેને તુરી લાકડી ને લેને તુરી કામલી,
ગાયો તો ચરાવવા નહિ જાઉં માવલડી લેને∘
માખણ તો બલભદ્રને ખાયો.
હમને પાયો ખાટી હો રે છાશલડી લેને∘
વૃંદાવનને વનને મારગે જાતાં,
પાઉંમેં ખૂંચે ઝીણી કાંકલડી લેને∘
મીરાં કે પ્રભુ ગિરિધર ના ગુણ,
ચરણકમળ ચિત્ત રાખલડી રે... લેને∘


૪૦

રાખો રે શ્યામ હરિ લજ્જા મોરી, રાખો શ્યામ હરિ. ટેક.
ભીમહી બેઠે, અર્જુન હી બેઠે, તેણે મારી ગરજ ન સરી લજ્જા∘
દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવે, સભા બીચ ખડી રે કરી લજ્જા∘
ગરુડ ચડીને ગોવિંદજી રે આવ્યા, ચીરનાં તો વા’ણ ભરી લજ્જા∘
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણે આવી તો ઊગરી લજ્જા∘