આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૧

રાગ કાલિંગડા-દીપચંદી

નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.— ટેક.
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી— અતંરમાંથી ૧.
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી— અતંરમાંથી ૨.
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં ચરણ તમારે પડી— અતંરમાંથી ૩.
પીળાં પિતાંબર જરકશી જામા, કેસર આડ કરી— અતંરમાંથી ૪.
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી— અતંરમાંથી ૫.
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી— અતંરમાંથી ૬.


હાં રે ચાલો ડાકોર જઈ વસીયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે. ... ચાલો. ટેક

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈયે રે ... ચાલો.

હાં રે અરપટી પાઘ કેસરીયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈ રે ... ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળા સોઇયેરે ... ચાલો.

હાં રે ચંદ્ર બદન અણિઆળિ આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ... ચાલો.

હાં રે રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે,
હાં રે મન મોહ્યું મારૂ મોરલિએ રે ... ચાલો.