આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધાન ન ભાવૈ, નીંદ ન આવૈ, બિરહ સતાવૈ મોય,
ઘાયલ સી ઘૂમત ફિરું રે, મેરો દરદ ન જાણે કોય.
દિવસ તો ખાય ગવાઈયો રે, રૈણ ગવાઈ સોય,
પ્રાણ ગવાયા ઝરતાં રે, નૈન ગવાયા રોય.
જો મૈં ઐસી જાણતી રે, પ્રીતિ કિયાં દુઃખ હોય,
નગર ઢંઢેરા ફેરતી રે, પ્રીતિ કરો મત કોય.
પંથ નિહારું, ડગર બુહારું, ઊભી મારગ જોય,
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે, તુમ મિલિયાં સુખ હોય.


૬૨

રાગ પીલૂ - તાલ કહરવા

શ્યામસુંદર પર વાર, જીવડો મૈં વાર ડારુંગી હાં. ટેક
તેરે કારણ જોગ ધારણા, લોકલાજ કુળ ડાર,
તુમ દેખ્યાં બિન કલ ન પડત હૈ, નૈન ચલત દોઉ બાર
કહા કરું, કિત જાઉ મોરી સજની, કઠિન બિરહ કી ધાર,
મીરાં કહે પ્રભુ કબ રે મિલોગે? તુમ ચરણા આધાર.

૬૩

રાગ દરબારી - તાલ તિતાલા

પિય બિન સૂનો છે જી મ્હારો દેશ.
ઐસો હૈ કોઈ પિય સે મિલાવૈ? તન મન કરું સબ પેસ,
તેરે કારણ બનબન ડોલું કરકે જોગણ વેશ
અવધિ બીતી અજહું ન આયે, પંડર કો ગયા કેસ,
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે? તજ દિયો નગર ન રેસ