આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૩૧.

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું.
આપુ આપુ સોના ચુડલો તુને, આપુ એકાવળ હાર;
બાણુ લખ આપુ માળવોરે, આપુ ઘોડલીયાની જોડ રે
મેરા ઘેર આવોને. મેંતો

સોના ચુડલો હું તો પત્થર પછાડું રાણા તોડું એ તેકાવાળ હાર,
હાથીને ઘોડા માલ ખજાના એતો, કરી દોને બ્રાહ્મણને દાન રે
રાણા ઘરે નહીં રે આવું.

રાણાજી કાગળ લખી મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદોને, તમને મહેલાંની કરૂં પટારણી રે
રાણા ઘરે નહીં રે આવું.

મીરાંબાઈ કાગળ લખી મોકલે રે, દો રાણાજીને હાથ,
રાજપાટ તમે છોડી દોને, વસો સાધુની સાથરે-
રાણા ઘરે નહીં રે આવું.

ભાઇ રે સાથીડા સાંઢણી શણગારો, મારે જાવું તે સો કોશ,
રાણાજીના તારા રાજમાં મારે, પાણી પીધાનો છે દોષ
રાણા ઘરે નહીં રે આવું.

મીરાંને ગીરધર મળ્યા નાગર નંદાજીની જોડ,
બાઈ મીરાં કહે મારો સ્વામી શામળીયો, એ તો પૂરે મારા મનડાના કોડરે
રાણા ઘરે નહીં રે આવું.


નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.— ટેક.
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી— અતંરમાંથી ૧.
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી— અતંરમાંથી ૨.
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં ચરણ તમારે પડી— અતંરમાંથી ૩.
પીળાં પિતાંબર જરકશી જામા, કેસર આડ કરી— અતંરમાંથી ૪.
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી— અતંરમાંથી ૫.
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી— અતંરમાંથી ૬.