આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયા'તાં; હતી ગાગર માથે હેમની રે; મને
કાચે તે તાંતણે હરિજીએ બાંધી; જેમ ખેંચે તેમ તેમની રે; મને
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; શામળી સૂરત શુભ એમની રે. મને


અબ્ચ્