પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अंक ३ जो
પાત્ર.
૧ રઘનાથભટ્ટ, ૨ સોમનાથ, ૩ રંગલો , ૪ જીવરામભટ્ટ.
પ્રવેશ ૧ લો
સ્થળ — ગામનું પાદર.
પડદો ઉઘડ્યો—
(ત્યાં ત્રણ જણ ઉભા છે, અને જીવરામભટ્ટ એક કોરાણે ખાડમાં સૂતેલો છે.)

સોમના૦—બાપા, અજવાળી રાત કેવી સારી શોભે છે? અને આ ગામનું પાદર પણ કેવું રળિયામણું દેખાય છે.

રધના૦—અજવાળી રાતે રોજ અહીં આવતા હઇએ તો સારૂં.

સોમના૦—જીવરામભટ્ટને ગામથી આવવાનો રસ્તો તો આ છે; પણ જીવરામભટ્ટ ક્યાંઇ જણાતા નથી.

રઘના૦—જો, આટલામાં ક્યાંઇ હશે.

સોમના૦—અરે,આટલામાં તો ક્યાંઇએ નથી. એ તો રતાંધળો ક્યાંઇ ચઢી ગયો હશે.

રઘના૦—એક બે ઘાંટા કાઢીને બોલાવ જોઇએ. આટલામાં હશે તો બોલશે.

સોમના૦— એ ! ! ! જીવરામભટ્ટ, જીવરામભટ્ટ — બાપા, અહીં તો કોઇ બોલતું નથી.

રંગલો—ઘાંટો ક્યાં કાઢી શકે છે? એમ બોલાવાય કે આમ બોલાવાય? હે ! ! ! જીવરામભટ્ટ, જીવરામભટ્ટ, હે ! ! ઉ, એમ બોલાવય.

રઘના૦—રસ્તાની આજુબાજુએ જો, ક્યાંઇ ઉંઘી ગયો હશે.

સોમના૦—ખાડને કાંઠે કાંઇક લૂગડાં જેવું જણાય છે. વળી સુવાવડીના ગાભા જેવું કાંઇક છે.

રઘના૦—જા, જઇને જો. રતાંધળો છે, માટે ખાડમાં પડી ગયો ન હોય.

જીવરા૦—(સુતો સુતો બબડે છે) જો રાંડનો, મારો સસરો થઇને મને રતાંધળો