આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

श्री गौतमाय नमः

શ્રી મોટી સાધુ વંદના

(દેશી : પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત)

નમું અનંત ચોવીશી, ઋષભાદિક મહાવીર ।
જેણે આર્ય ક્ષેત્રમાં, ઘાલી ધર્મની શીર

મહાઅનુલ્ય બળિ નર, શૂર વીર ને ધીર
તીરથ પ્રવર્તાવી, પહોંચ્યા ભવજળ તીર

સીમંધર પ્રમુખ, નઘન્ય તીર્થંકર વીશ
છે અઢી દ્વીપમાં, જયવંતા જગદીશ

એકસો ને સીત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ
ધન્ય મ્હોટા પ્રભુજી, તેહને નમાવું શીશ

કેવળી દોય ક્રોડી, ઉત્કૃષ્ટા નવ ક્રોડ
મુનિ દોય સહસ્ત્ર ક્રોડી, ઉત્કૃષ્ટા નવ સહસ્ત્ર ક્રોડ

વિચરે વિદેહ, મ્હોટા તપસ્વી ઘોર
ભાવે કરી વંદુ, ટાળે ભવની ખોડ

ચોવીશે જિનના, સઘળા એ ગણધાર
ચૌંદસેં ને બાવન, તે પ્રણમું સુખકાર

જિનશાસન નાયક, ધન્ય શ્રી વીર જિણંદ
ગૌતમાદિક ગણધર, વર્તાવ્યો આણંદ

શ્રી ઋષભદેવના, ભરતાદિક સો પુત
વૈરાગ્ય મન આણી, સંયમ લિયો અદ્ભુત