આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


ચોવીશે જિનની, વડી શિષ્યાણી ચોવીશ
સતી મુક્તે પહોંચ્યા, પૂરી મન જગીશ ૧૦૩

ચોવીશે જિનના, સર્વ સાધ્વી સાર
અડતાલીશ લાખ ને, આઠસેં સિત્તેર હજાર ૧૦૪

ચેડાની પુત્રી, રાખી ધર્મશું પ્રીત
રાજેમતી વિજ્યા, મૃગાવતી સુવિનીત ૧૦૫

પદ્માવતી મયણરેહા, દ્રૌપદી દમયંતી સીત
ઇત્યાદિક સતીયો, ગઈ જન્મારો જીત ૧૦૬

ચોવીશે જિનના,સાધુ સાધ્વી સાર
ગયા મોક્ષ દેવલોકે, હ્રદયે રાખો ધાર ૧૦૭

ઇણ અઢી દ્વીપમાં, ઘરડા તપસ્વી બાળ
શુદ્ધ પંચમહવ્રતધારી નમો નમો ત્રણ કાળ ૧૦૮

એ યતિ-સતીયોનાં, લીજે નિત્ય પ્રતે નામ
શુદ્ધ મનથી ધ્યાવો, એહ તરણનો ઠામ ૧૦૯

એ યતિયો સતીયોશું, રાખો ઉજ્જવલ ભાવ
કહે ઋષ્હિ જયમલજી, એહ તરણનો દાવ ૧૧૦

સંવત આઢાર ને, વર્ષ સાતે શિરદાર
શહેર ઝાલોરમાંહી, એહ કહ્યો અધિકાર ૧૧૧

ભૂધરજીના શિષ્ય, જેમલજી જયકાર;
ભવ્ય જીવના હેતે, એહ કહ્યો અધિકાર. ૧૧૨