આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


દર્શાણભદ્ર રાજા, વીર વંદ્યા ધરી માન
પછી ઇંદ્ર હઠાયો, દિયો છકાય અભેદાન ૨૧

કરકંડુ પ્રમુખ, ચારે પ્રત્યેક બુદ્ધ
મુનિ મુક્તે પહોંચ્યા, જીત્યા કર્મ મહાયુદ્ધ ૨૨

ધન્ય મોટા મુનિવર, મૃગાપુત્ર જગીશ,
મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીશ ૨૩

વળી સમુદ્રપાળ મુનિ, રાજેમતિ રહનેમ
કેશી ને ગૌતમ, પામ્યા શિવપુર ક્ષેમ ૨૪

ધન્ય વિજયઘોષ મુનિ, જયઘોષ વળી જાણ
શ્રી ગર્ગાચાર્ય, પહોંચ્યા છે નિરવાણ ૨૫

શ્રી ઉત્તરાધ્યયનમાં, જિનવરે કર્યા વખાણ
શુદ્ધ મનથી ધ્યાવો, મનમેં ધીરજ આણ ૨૬

વળી ખંધક સંન્યાસી, રાખ્યો ગૌતમ સ્નેહ,
મહાવીર સમીપે પંચ મહાવ્રત લેહ ૨૭

તપ કઠણ કરીને ઝોંસી આપની દેહ
ગયા અચ્યુતદેવલોકે, ચવી લેશે ભવ છેહ ૨૮

વલી ઋષભદત્ત મુનિ. શેઠ સુદર્શન સાર,
શિવરાજ ઋષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર ૨૯

શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવલ સાર
એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મોઝાર ૩૦

ભગવંતની માતા, ધન્ય સતી દેવાનંદા
વળી સતી જયંતી, છોડ દિયા ઘર ફંદા ૩૧

સતી મુક્તે પહોંચ્યા, વલી તે વીરના નંદા
મહાસતી સુદર્શના, ઘણી સતીઓની વૃંદ ૩૨