આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


વળી કાર્તિક શેઠે, પડિમા વહી શૂરવીર
જમ્યો મહોરા ઉઅપ્ર, તાપસ બળતી ખીર ૩૩

પછી ચારિત્ર લીધું, મિત એક સહસ્ત્ર આઠ ધીર
મરી હુઆ શકેન્દ્ર, ચ્યવિ લેશે ભવ તીર ૩૪

વળી રાય ઉદાયન, દિયો ભાણેજને રાજ
પછી ચારિત્ર લઈને, સાર્યા આતમ કાજ ૩૫

ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ
મુનિ કોશલ રોહો, દિયો ઘણાને સાજ ૩૬

ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર
આરાધિક હુઈની, ગયા દેવલોક મોઝાર ૩૭

ચ્યવિ મુક્તે જાશે, સિંહ મુનીશ્વર સાર,
બીજા પણ મુનિવર, ભગવતીમાં અધિકાર ૩૮

શ્રેણિકનો બેટો, મોટૉ મુનિવર મેઘ,
તજી આઠ અંતેઉરી, આણ્યો મન સંવેગ ૩૯

વીરપે વ્રત લઈને, બાઅંધી તપની તેગ,
ગયા વિજય વિમાને, ચવી લેશે શિવવેગ ૪૦

ધન્ય થાવર્ચ્યા પુત્ર, તજી બત્રીશે નાર
તેની સાથે નીકળ્યા, પુરુષએક હજાર ૪૧

શુકદેવ સંન્યાસી, એક સહસ્ત્ર શિષ્ય ધાર
પંચશયંશુ શેલક લીધો સંયમ ભાર ૪૨

સર્વ સહસ્ત્ર અઢાઈ, ઘણા જીવોને તાર
પુંડરગિરિ ઉપર કિયો પદોપગમન સંથાર ૪૩