આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધન્ય અર્જુનમાળી, કિયો કદાગ્રહ દૂર
વીરપે વ્રત લઈને, સત્યવાદી હુવા શૂર ૬૮

કરી છઠ્ઠ છઠ્ઠ પારણાં, ક્ષમા કરી ભરપૂર
છ માસની માંહી, કર્મ કીયા ચકચૂર ૬૯

કુંવર અઈમુત્તે, દીઠા ગૌતમ સ્વામ
સુણી વીરની વાણી, કીધો ઉત્તમ કામ ૭૦

ચારિત્ર લઈને, પહોંચ્યા, શિવપુર ઠામ
ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ ૭૧

વળી કૃષ્ણરાયની, અગ્રમહિષી આઠ
પુત્ર વહુ દોયે, સંચ્યા પુણ્યના ઠાઠ ૭૨

યાદવકુળ સતિયાં, ટાળ્યો દુઃખ ઉચાટા
પહોંચ્યા શિવપુરમેં એ છે સૂત્રનો પાઠ ૭૩

શ્રેણીકની રાણી, કાલી આદિક દશ જાણ
દશે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ ૭૪

ચંદન બાળાપે, સાંયમ લૈ હુવા જાણ
તપ કરી દેહ ઝોંશી, પહોંચ્યા છે નિર્વાણ ૭૫

નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર
સઘળી ચંદનબાળાપે, લીધો સંયમ ભાર ૭૬

એક માસ સમ્થારે, પહોંચ્યા મુક્તિ મોઝાર
એ નેવુ જણાનો, અંતગડામાં અધિકાર ૭૭

શ્રેણિકના બેટા, જાલિયાદિક ત્રેવીશ
વીરપે વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીશ ૭૮
 
તપ કઠણ કરીને, પૂરી મન જગીશ
દેવલોકે પહોંચ્યા, મોક્ષ જાશે તજી રીશ ૭૯