આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


કાકંદીનો ધન્નો, તજી બત્રીશે નાર
મહાવીર સમીપે, લીધો સંયમ ભાર ૮૦
 
કરી છઠ્ઠ છઠ્ઠ પારણા, આયંબિલ ઉચ્છિત આહાર
શ્રી વીરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર ૮૧

એક માસ સંથારે, સર્વાર્થ સિદ્ધ પહુંત
મહા વિદેહક્ષેત્રમાં, કરશે ભવનો અંત ૮૨

ધન્નાની રીતે, હુવા નવે સંત
શ્રી અનુત્તરોવવાઈમાં, ભાંખી ગયા ભગવંત ૮૩

સુબાહુ પ્રમુખ, પાંચસે પાંચસે નાર
તજી વીરપે લીધા, પંચ મહાવ્રત સાર ૮૪

ચારિત્ર લઈને, પાળ્યા નિરતિચાર
દેવલોકે પહોંચ્યા, સુખવિપાકે અધિકાર ૮૫

શ્રેણિકનો પૌત્ર, પૌમાદિક હુવા દસ
વીરપે વ્રત લઈને, કાઢ્યો દેહનો કસ ૮૬

સંયમ આરાધી, દેવલોકમાં જઈ વસ
મહાવિદેહ ક્ષેત્રમાં, મોક્ષ જાશે લઈ જશ ૮૭

બળભદ્રના નંદન, નિશધાદિક હુવા બાર
તજી પચાસ અંતેઉરી, ત્યાગ દિયો સંસાર ૮૮

સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ
સર્વાર્થ સિદ્ધ પહોંચ્યાં, હોશે વિદેશે સિદ્ધ ૮૯

ધન્નોને શાલીભદ્ર, મુનીશ્વરોની જોડ
નારીનાં બંધન, તત્ક્ષન નાંખ્યા તોડ ૯૦

ઘર કુટુંબ કબીલો, ધન કંચનની ક્રોડ
માસ માસખમણ તપ, ટાળશે ભવની ખોડ ૯૧