આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


શ્રી સુધર્માસ્વામીના શિષ્ય, ધન્ય ધન્ય જંબુ સ્વામ,
તજી આઠ અંતેઉરી, માત પિતા ધન ધામ ૯૨

પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ
સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ ૯૩

ધન્ય ઢંઢણ મુનિવર, કૃષ્ણરાયના નંદ
શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળ દિયો ભવ ફંદ ૯૪

વળી ખંધક ઋષિની, દેહ ઉતારી ખાલ
પરીસહ સહીને, ભવફેરા દિયા ટાળ ૯૫

વળી ખંધક ઋષિના, હુવા પાંચસો શિષ્ય
ઘાણીમાં પીલ્યાં, મુક્તિ ગયા તજી રીશ ૯૬

સંભૂતિવિજય શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય
ચૌદ પૂર્વધારી, ચંદ્રગુપ્ત આણ્યો ઠાય ૯૭

વળી આર્દ્રકુમાર મુનિ,સ્થુલિભદ્ર નંદિસેણ
અરણિક ઐમુત્તો, મુનીશ્વરોની શ્રેણ ૯૮

ચોવીસ જિન મુનિવર, સમ્ખ્યા અઠ્ઠાવીસ લાખ
ઉપર સહસ્ત્ર અડાતાલીસ, સૂત્ર પરંપરા ભાંખ ૯૯

કોઈ ઉત્તમ વાંચો, મોઢે જયણા રાખ
ઉઘાડે મુખ બોલ્યા, પાપ લાગે ઇમ ભાંખ ૧૦૦

ધન્ય મરૂદેવી માતા,ધ્યાયું નિર્મળ ધ્યાન
ગજ હોદે પામ્યા. નિર્મળ કેવળજ્ઞાન ૧૦૧

ધન્ય આદીશ્વરની પુત્રી, બ્રાહ્મી સુંદરી દોય
ચારિત્ર લઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય ૧૦૨