આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ – ૪
ડૉન જિયોવાની


પાત્રો :

ડૉન જિયોવાની રૂપાળો જુવાન
લેપોરેલો એનો જુવાન નોકર
કમાન્ડન્ટ
ડૉના એના કમાન્ડન્ટની યુવાન પુત્રી
ઍઓન ઑતાવિયો ડૉના એનાનો મંગેતર
ડૉના એલ્વિરા યુવતી
ઝર્લિના ગામડાના ખેડૂતની પુત્રી
માસેતો ઝર્લિનાનો મંગેતર

સ્થળ :

બધી ઘટનાઓ સ્પેનના કોઈ ગામડામાં બને છે.
અંક – 1

કમાન્ડન્ટના ઘરનો બગીચો. એક દરવાજો ઘરમાં ખૂલે છે અને બીજો એક દરવાજો બગીચાના કોટમાં ખૂલે છે જે બહાર શેરીમાં પડે છે. રાત પડવા આવી છે અને ઝાંખા ઉજાસમાં લેપોરેલો અકળાઈને બગીચામાં આંટા મારે છે અને બોલે છે કે “મારો હવસખોર માલિક મારી પાસે દિવસરાત કામ લે છે અને શ્વાસ લેવાનો પણ આરામ આપતો નથી. ડૉન જિયોવાનીની નોકરી છોડી સજ્જનની જેમ જીવવું વધુ સારું. જિયોવાની તો અંદર મજા કરે છે પણ મારે પહેરેગીર બનીને ચોકી કરવી પડે છે.” ત્યાં જ ઘરમાંથી ફર્નિચર ગબડવાના અવાજો આવતાં લેપોરેલો છુપાઈ જવાનું ડહાપણભર્યું માની લપાઈ જાય છે. ઘરમાંથી

૯૧