આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
મોત્સાર્ટ અને બીથોવન
 

ધડાક દઈને બારણું ખોલી એક હાથે રૂમાલથી મોં ઢાંકતો જિયોવાની ઉતાવળે દોડતો બહાર નીકળે છે અને એની સાથે ઝપાઝપી કરતી ડૉના એના નીકળે છે. ઘરમાં શું થયું એ અનુમાનનો વિષય છે. ડોના એના ગુસ્સાથી કાંપે છે. જિયોવાની પોતાનો ચહેરો છુપાવે છે પણ એના આ પુરુષનો ચહેરો ઓખળવા તત્પર છે. આ ધમાચકડી દરમિયાન જ એના મદદ માટે બૂમો પાડે છે તેથી સંતાયેલો લેપોરેલો પ્રકટ થાય છે અને એ જ વખતે શેરીમાંથી દરવાજો ખોલીને હાથમાં નાગી તલવાર પકડીને કમાન્ડન્ટ પ્રવેશે છે. એ જોઈને એના પાછી ઘરમાં ઘૂસી જાય છે અને કમાન્ડન્ટ પોતાની પુત્રી સાથે કુચેષ્ટા કરનાર જિયોવાનીને ડ્યુએલ-તલવારબાજી માટે આહ્વાન આપે છે. તલવારબાજીમાં જિયોવાની કમાન્ડન્ટને કાતિલ ઘાયલ કરે છે. ઔપચારિક દિલગીરી અને લાચારી પ્રગટ કરી જિયોવાની લેપોરેલો સાથે તરત જ બગીચામાંથી બહાર છૂ થઈ જાય છે.

એ જ વખતે પોતાના મંગેતર ડૉન ઑતાવિયો સાથે એના ઘરના બારણામાંથી બગીચામાં પ્રવેશે છે, અને પિતાના મૃતદેહ ઉપર ઝૂકી પડીને આક્રંદ કરે છે. ઑતાવિયો એને શાંત રાખવા મથે છે. એના પિતાના ખૂનનો બદલો વાળવાનો નિશ્ચય કરે છે.

પછીના દૃશ્યમાં એક વહેલી સવારે જિયોવાની અને લેપોરેલો વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો પોતાના માલિકને કહે છે કે, “તમે મને ધમકાવશો નહિ એ શરતે હું એક વાત કહું?” જિયોવાની શાંત રહેવાનું વચન આપે છે એટલે લેપોરેલો વાત કરે છે, “મારા વહાલા સાહેબ, સાચું કહું તો તમે તદ્દન હરામખોર અને લબાડ છો.” તરત જ જિયોવાનીનો પિત્તો જાય છે, અને વચનભંગ કરીને લેપોરેલોને ગંદી ગાળો ભાંડે છે અને દબડાવે છે, પણ પછી એકદમ ચૂપ થઈ જાય છે ને ઊંચું ડોકું કરી ઊંડા શ્વાસ લઈ આંખમાં આનંદની ચમક સાથે કહે છે, “આટલામાં કોઈક છોકરી હોવી જ જોઈએ કારણ કે મારા નાકને છોકરીની સુગંધ આવે છે !” ભૂતકાળમાં એલ્વિરા