આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉન જિયોવાની
૯૭
 


ચિચિયારીઓ સંભળાય છે. એના, ઑતાવિયો, એલ્વિરા અને માસેતો ભેગાં મળીને એ ઓરડાનું બારણું તોડી નાખે છે. જિયોવાની લેપોરેલોનો હાથ પકડીને અંદરથી બહાર ખેંચી લાવે છે અને લેપોરેલોને ગુસ્સાથી ઠપકો આપવાનો ઢોંગ કરે છે; તલવારના ગોદા પણ મારે છે. “ઝર્લિના સાથે કુકર્મ કરવાની ગુસ્તાખી લેપોરેલોએ કરી” એમ જિયોવાની પેલા ચારેને સમજાવવાની કોશિશ કરે છે પણ ત્યાં તો એના, ઑતાવિયો અને એલ્વિરા મહોરાં ઉતારીને માસેતો સાથે મળીને એકીઅવાજે બોલે છે, “દુષ્ટ જિયોવાની, લંપટ, ઠગ તરીકે અમે તને ઓળખી કાઢ્યો છે.” પણ હાથમાં નાગી તલવારરૂપી ધમકી બતાવી જિયોવાની ભાગી છૂટે છે.

અંક – 2

કોઈ શેરીમાં લેપોરેલો અને જિયોવાની વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો કહે છે, “તમારી નોકરીમાં મારે ભોંઠપ અને શરમ અનુભવવી પડે છે. તમારા જેવા બદમાશ માલિકને ફરી એક વાર તિલાંજલિ આપવાનું મેં નક્કી કર્યું છે.” પણ લેપોરેલોના હાથમાં નાણાંની થેલી મૂકીને જિયોવાની એની બોલતી બંધ કરે છે. છતાં લેપોરેલો કહે છે, “પણ છોકરીઓનો કેડો તો તમારે મૂકવો જ પડશે.” જિયોવાની કહે છે, “અશક્ય ! ખાધાપીધા વગર ચાલે, શ્વાસ લીધા વગર ચાલે, પણ છોકરીઓ વિના તો એક ક્ષણ પણ કેવી રીતે ચાલે ? એક પ્રેમાળ હૃદય કોઈ પણ સુંદરીની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? જો, એલ્વિરાની નવી નોકરાણી ખૂબ રૂપાળી છે અને આજે સાંજે મારે એની સાથે નસીબ અજમાવવું છે. પણ ક્યાં એ બિચારી ગરીબ છોકરી, ને ક્યાં હું? એટલે ચાલ, આપણે અરસપરસ કપડાં બદલી લઈએ, જેથી હું એક ગરીબ નોકર દેખાઉં!” જિયોવાની અને લેપોરેલો પોતપોતાનાં કપડાં ઉતારી લે છે અને એકબીજાનાં કપડાં પહેલી લે છે.

પછીના દૃશ્યમાં એ બંને એકબીજાના વેશમાં એલ્વિરાના ઘર નીચે શેરીમાં ઊભા છે. સાચો જિયોવાની એલ્વિરાને સંબોધીને પ્રેમગીત