આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૨૯
 

એના એ સમયના એ ત્રણે ગુરુઓને હું સારી રીતે જાણતો. ત્રણે બીથોવનની શક્તિઓની બહુ ઊંચી મુલવણી કરતા. એના અભ્યાસની આદતો અંગે પણ એ ત્રણે સહમત હતા : બીથોવન એટલો બધો તો જિદ્દી, અક્કડ અને આત્મનિર્ભર હતો કે એ માત્ર કડવા અનુભવોમાંથી પસાર થઈને ઠોકરો ખાઈને જ શીખી શકતો, કારણ કે ઔપચારિક અભ્યાસના મુદ્દા તરીકે કોઈ પણ વિષય એની સામે ધરવામાં આવતાં એને સમજવાનો એ તરત જ ધરાર ઇન્કાર કરતો.

પ્રથમ જાહેર જલસો

1795ના માર્ચની ઓગણત્રીસમીએ વિયેનાની જનતા સમક્ષ બીથોવન પ્રથમ વા૨ જાહેર જલસામાં કંપોઝર તેમ જ વર્ચુઓસો (શ્રેષ્ઠવાદક) પિયાનિસ્ટ તરીકે રજૂ થયો. ત્યાં એની મૌલિક કૃતિ પિયાનો કન્ચર્ટો ઇન બી ફ્લૅટ વગાડવામાં આવી જેમાં સોલો પિયાનો એણે જાતે જ વગાડ્યો. એક જ દિવસ પછી એકત્રીસમીએ બીથોવન ફરી જાહેર જલસામાં રજૂ થયો અને એણે પેલી કૃતિ ફરી વાર વગાડી. એ પછી ત્યાં જ એ વખતે મોત્સાર્ટનો કોઈ એક (મોટે ભાગે D માઇનોર) પિયાનો કન્ચર્ટો વગાડવામાં આવ્યો અને એમાં પણ એણે પિયાનો વગાડ્યો. 1796માં એ પ્રાહા અને બર્લિનની કૉન્સર્ટયાત્રાએ નીકળી પડ્યો. પુરાવા નથી મળતા પણ વાયકા એવી છે કે પ્રુશિયાના રાજા ફ્રેડેરિખ વિલિયમ બીજાએ એને દરબારી સંગીતકાર તરીકેની નિમણૂકની દરખાસ્ત કરી અને બીથોવને તેની ના પાડી.

તુંડમિજાજ અને ઘમંડ

આ વર્ષોથી બીથોવન ઘણો ઘમંડી અને તુંડમિજાજી બની ગયો હતો. વિના કારણે એ ગુસ્સે થઈ જતો. બદનસીબી અને પીડાને કારણે એની વિરાટ પ્રતિભા હજી કૂણી પડી નહોતી. એની રીતભાત તદ્દન ઉદ્ધત અને વર્તણૂક તદન તોછડી હતી. પણ એના બેહૂદા અને