આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
મોત્સાર્ટ અને બીથોવન
 


“મોત્સાર્ટના ઑપેરા તમે સાંભળ્યા છે કે ?” એવો પ્રશ્ન એક મહિલાએ બીથોવનને પૂછેલો એના જવાબમાં બીથોવને આવા જ એક મૂડમાં પરખાવેલું : “મને ખબર નથી. બીજાનું સંગીત સાંભળવાની મને પડી પણ નથી. એ સાંભળીને મારે મારી મૌલિકતા ગુમાવવી નથી.” એક વાર બીથોવને કહેલું, “તમે શ્રીમંતો તમને વારસામાં મળેલા પૈસાથી તાગડધીન્ના કરો છો. એમાં તમે શું ધાડ મારી ? હું જે કાંઈ છું તે મારી મૌલિક પ્રતિભા થકી છું.”

આદર્શ પોર્ટ્રેઇચર્સ

બીથોવનના મૃત્યુ પછી ચિત્રકારો અને શિલ્પીઓ એના વધુ ને વધુ આદર્શીકૃત પોર્ટ્રેઇટ્સ બનાવવા માંડેલા. એ ખરેખર કેવો દેખાતો હતો એની ખેવના કર્યા વીના ‘થર્ડ’, ‘ફિફ્થ’ અને ‘નાઇન્થ’ સિમ્ફનીઓ, ‘માસ ઇન ડી’ તથા ‘એમ્પરર કન્ચર્ટો’નો પ્રખર ક્રોધી અને તુંડમિજાજી સર્જક કેવો હોઈ શકે તે વિશેની એમની અંગત કલ્પનાઓને એમણે મૂર્તિમંત કરી. હકીકતમાં બીથોવન દેખાવડો તો હતો જ નહિ. વધારામાં એનો ચહેરો શીતળાનાં ચાઠાંથી ભરેલો હતો. બાળપણમાં માવજત ને હૂંફ મળ્યા વિનાના બરછટ ઉછેરને કારણે પુખ્ત ઉંમરે પણ એના વ્યક્તિત્વમાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન ઘૂસી ગયાં. વળી ત્વરિત સફળતા મળતાં એ વધારે ઉદ્ધત અને અક્કડ થઈ ગયો. વિયેના આવતાંવેંત જ એણે ફાંકડા અને વરણાગિયા બનવાનું પસંદ કરેલું. એણે ફૅશનેબલ કપડાં ખરીદી લીધાં અને પાર્ટીઓમાં મહાલવા માટે નૃત્યનાં ટ્યૂશન પણ લીધાં. પણ એ બધાંથી કોઈ ફેર પડ્યો નહિ. મૂળમાં જ જે રોંચો હતો તે રોંચો જરહ્યો ! પોતાના અંગેની આછીપાતળી ટીકા પણ એ સહન કરી શકતો નહિ. એટલું જ નહિ, એવી ટીકાનો સંભવ પણ એ સહન કરી શકતો નહિ તેથી ટીકા થાય એ પહેલાં જ એ ઊકળી પડતો. આટલું જાણે ઓછું હોય એમ ખુશામત એને ખૂબ પ્યારી હતી. આ બે દુર્ગુણોનો