આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૩૭
 

કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડીને એ અર્પણ કરી દીધો કારણ કે એ એના પ્રેમમાં પડી ગયેલો.

બહેરાશ

પણ એક વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકે બીથોવનની ઝળહળતી કારકિર્દી ઉપર હવે કાળાં વાદળ છવાઈ ગયાં. તાજેતરમાં આવેલી થોડી બહેરાશ વધવા માંડી અને એણે વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લેવા માંડ્યું. પરિણામે પ્રવાસી વર્ચ્યુઓસો તરીકેની એની કારકિર્દીનો પૂરો ખાત્મો જ થઈ ગયો. કરવા માટે હવે એક જ પ્રવૃત્તિ બચી હતી, એ હતી અવનવી કૃતિઓ રચવાની – કંપોઝિશનની પ્રવૃત્તિ. આમ, નછૂટકે એણે અંતર્મુખ થવું પડ્યું. બહેરાશ કઈ તારીખે આવી એની ચોક્કસ તારીખ નોંધવામાં આવી નથી. આ અંગે બે વાયકાઓ વ્યાપક છે : એક વાયકા અનુસાર 1796ના ઉનાળામાં એક ગરમ દિવસે બહારથી તપી જઈને ઘરમાં અંદર આવીને ઠંડા પડવા માટે બીથોવન અંડરવેર સહિત બધાં જ કપડાં ઉતારીને સાવ નગ્ન થઈને એક ખુલ્લી બારી આગળ જઈને ઊભો રહ્યો અને એ જ ક્ષણે એ બહેરો થઈ ગયો ! બીજી વાયકા અનુસાર બ્રિટિશ પિયાનિસ્ટ ચાર્લ્સ નીટને બીથોવને 1815માં એમ કહેલું કે બીથોવનની એક કૃતિમાં ગાવા માટે એક ટેનરે એટલાં બધાં નખરાં કર્યાં કે એના નાજુક કંઠને અનુકૂળ થવા માટે બીથોવને એને માટે ત્રણ વાર સુધારા કરવા પડેલા. ‘હાશ છૂટ્યો’ એવો છુટકારાનો દમ બીથોવન હજી માંડ ભરી રહ્યો હતો ત્યાં જ પેલા ટેનરને પાછો પોતાની તરફ દોડતો આવતો જોઈને બીથોવન ભડક્યો. પણ એ એવો તો ભડક્યો કે કાળી ચીસ પાડીને ખુરશીમાંથી ઊભા થઈ જઈને એણે દાદરા પર પડતું નાંખ્યું. એનું એકે હાડકું તો ભાંગ્યું નહિ, પણ ઊભો થયો કે તરત તેને સંભળાવું બંધ થઈ ગયું ! આ કથા પિયાનિસ્ટ નીટને બીથોવને પોતે જ કહેલી એ વાતનો પુરાવો છે. પણ આવી મનઘડંત કલ્પના