આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૫૭
 


એના કરતાં વધુ શક્તિશાળી, તરવરિયો અને વફાદાર કલાકાર હજી સુધી મેં જોયો નથી. દુનિયા જોવાની એની એકાંગી દૃષ્ટિ હું સમજી શકું છું.

પણ મિત્ર ઝેલ્ટરને એ જ ગથેએ લખ્યું :

એની શક્તિઓથી હું પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયો. પણ દુર્ભાગ્યે એનું વ્યક્તિત્વ તદ્દન અણઘડ અને જંગલી છે. દુનિયા નઠારી છે એવી એની વાત સાચી છે. પણ બીજાઓ પ્રત્યે પોતાના વર્તનથી જીવનને થોડું પણ વધારે જીવવા લાયક બનાવવાનો એ પ્રયત્ન કરતો નથી.

ટૅપ્લીટ્ઝમાં પ્રદર્શન

ટૅપ્લીટ્ઝમાં બીથોવને એક અનોખો નામચીન તમાશો કર્યો. એ સિઝનમાં ટૅપ્લીટ્ઝ સેલિબ્રિટીઝથી ભરપૂર હતું. ત્યાં એક દિવસ દરબારમાં ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી અને બીજા રાજાઓ સાથેના મેળાવડામાં બીથોવને ગથેને કહ્યું, “હું તો ભલભલા રાજાને મારા પગની જૂતી જ ગણું છું. મારો હાથ પકડીને મારી સાથે જ ચાલ. આપણે એમને માટે રસ્તો કરવાનો હોય નહિ, એમણે ખસી જઈને આપણને રસ્તો આપવાનો હોય.” પણ ગથેએ એને સાથ આપવાની ના પાડી અને સામ્રાજ્ઞી પસાર થઈ ગઈ ત્યાં સુધી માથેથી હૅટ ઉતારીને બાજુમાં થોડું ઝૂકી જઈને ઊભો રહી ગયો. પણ બીથોવન તો અદબ વાળીને, માથું અક્કડ રાખીને સહેજ પણ ઝૂક્યા વિના સામ્રાજ્ઞી સાથે ઘસાઈને ક્રૉસ થયો. હાજર રહેલા બધા જ રાજા અને રાજકુંવરોએ બીથોવનની આ ગુસ્તાખીની સસ્મિત નોંધ લીધી.

અહીં બીથોવનની ક્રાંતિકારી સમાજવાદી જેહાદ જોઈ શકાય ખરી ? એના આવા તોછડા અને ઉદ્ધત વર્તનથી તો એ સ્પષ્ટ થાય છે કે એને મન સામાજિક, આર્થિક અને રાજકીય મોભાનું કેટલું બધું મહત્ત્વ હતું ! એ વિયેના રહેવા આવ્યો એવામાં જ એક વાર