આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
મોત્સાર્ટ અને બીથોવન
 

મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક રુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.

વિયેનામાં સ્થિર થયો

1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્કોવીટ્ઝનો ફાળો 700 ફ્‌લોરિન્સ, રુડૉલ્ફનો ફાળો 1,500