આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
મોત્સાર્ટ અને બીથોવન
 


ખરીદી લેવાનું નક્કી કર્યું. પણ આ ઍગ્રીમેન્ટ ઉપર સહી કરવાને બદલે બીથોવને સાત પાઉન્ડ વધુ માંગ્યા. બિર્ચેલે પાંચ પાઉન્ડ ઉમેરીને સિત્તેર પાઉન્ડ બીથોવનને મોકલી આપ્યા. પણ આ પ્રસંગથી બ્રિટિશ નાગરિકોમાં બીથોવનની શાખ ઘટી ગઈ. બીથોવનના ભક્ત બ્રિટિશ પિયાનિસ્ટ નીટે બીથોવનની કૃતિઓના પ્રકાશન માટે બ્રિટિશ પ્રકાશકોનો સંપર્ક કર્યો ત્યારે તેને રોકડું પરખાવી દેવામાં આવ્યું, “આપ મહેરબાની કરીને બીથોવનની કોઈ પણ કૃતિ અમારી સામે ધરશો જ નહિ !”

1817ના ગ્રીષ્મમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ બીથોવનના લંડન સ્થિત શિષ્ય રીસ મારફતે એનો ફરી સંપર્ક કરી બે નવી સિમ્ફનીઓ માંગી. એણે આવતા શિયાળા સુધીમાં એ બંને લખી આપવાની હતી. બે સિમ્ફનીસર્જન માટે કુલ 200 ગીની અને લંડન આવવા-જવાના પ્રવાસભથ્થા માટે આ ઉપરાંત બીજી 100 ગીની એમ કુલ 300 ગીની ચૂકવવાની સોસાયટીએ દરખાસ્ત કરી. પણ આ કુલ 300 ગીની ઉપરાંત બીથોવને બીજી 100 ગીની માંગી. અને એ 400 ગીનીમાંથી 150 ગીની ઍડ્વાન્સ માંગી. પણ બીથોવનની આ માંગણી ઠુકરાવીને સોસાયટીએ તો જૂની દરખાસ્તને જ દોહરાવી. અને બીથોવને એ સ્વીકારી લેવી પડી. પણ બે નવી સિમ્ફનીઓ નવમી અને દસમી લખી આપવાને બદલે એણે પિયાનો સોનાટા ઇન B ફ્‌લૅટ (ઓપસ 106) લખી મોકલ્યો.

ગરીબીનાં ગાણાં

એ હંમેશાં પોતાની ગરીબીનાં ગાણાં ઢોલનગારાં પીટીને ગાતો. એને એમાં આનંદ આવતો. પણ સાચી પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. એ ગરીબ નહોતો જ. કિન્સ્કીના અવસાન પછી એની જાગીરના લિક્વિડેટર્સે 1815માં બીથોવનને 2,479 લોરિન્સની બાકી રહેલી રકમ ચૂકવી દીધેલી અને ઉપરાંત એને 1,200 ફ્‌લોરિન્સનું વર્ષાસન