આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૭૫
 


જ એ બંનેને પરસ્પર ભયંકર નફરત જાગેલી. બંનેના વિચારો જુદા જ હતા. 1825માં ગ્રૅજ્યુએટ થયા પછી કાર્લ વધુ અભ્યાસ માટે પોલિટેક્‌નિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયો. શ્લેમર નામના એક સરકારી અફસરને ઘરે એ જમતો. ઊગતી યુવાનીમાં પગ મૂકતો એ ભત્રીજો સ્વતંત્રતાનો સ્વાદ ચાખી રહેલો. નાચવાનો અને બિલિયર્ડ રમવાનો એને બહુ આનંદ આવતો. ખોટા ધંધા કરવાનો આક્ષેપ મૂકીને બીથોવને ભત્રીજાની ખિસ્સાખર્ચી બંધ કરી, માત્ર ટોકન મની આપવાનું ચાલુ રાખ્યું. ત્રાસી ગયેલા બિચારા કાર્લે 1826ના જુલાઈની ત્રીસમીએ બે હાથમાં બે પિસ્તોલ પકડી ખોપરી પર મૂકીને ફોડી. પણ બદનસીબે એ ફૂટી છતાં ખોપરીમાં નાના ઘા થવાથી આગળ વાત વધી નહિ. એ બચી ગયો ! બીથોવન ભાંગી જ પડ્યો ! એને કાર્લ વહાલો તો હતો જ, પણ વહાલ કરવાની એની રીત કંઈક જુદી જ હતી. બીથોવનના મિત્રોએ બીથોવનને સમજાવવા પ્રયત્ન કર્યો કે એક વાલી તરીકે તે તદ્દન નાલાયક જ હતો. આ આખું પ્રકરણ એ મિત્રોએ દાબી દીધું જેથી મહાન સંગીતકારના ફજેતીના ફાળકા થાય નહિ. કાર્લ જેવો ઠીક થઈ ગયો કે તરત જ એને લઈને બીથોવન ભાઈ જોહાનની નિક્ઝેન્ડોર્ફ ખાતેની જાગીર પર રહેવા ચાલ્યો ગયો. એ પણ કેટલું વિચિત્ર કે જે સ્ત્રીના ચારિત્ર્ય વિશે પોતે સાવ હલકો અભિપ્રાય ધરાવતો હતો એની સાથે એક ઘરમાં રહેવા બીથોવન તૈયાર થઈ ગયો. પણ જોહાનની ઉદાર પત્નીએ તો એની સરભરા કરી. પણ ભાઈભાભીને ત્યાં બીથોવને એક નવું ડહાપણ ડહોળ્યું. એણે ભાઈ જોહાનને સઘળી પ્રૉપર્ટી અને પૈસાનો વારસો ભત્રીજા કાર્લને આપવા અને ભાભીને કશું પણ નહિ પરખાવવા ચઢવણી કરી !

અંતિમ યાત્રા

બીથોવનની અંતિમ યાત્રા વિશે ઘણી ખોટી વાતો લખાયેલી છે. એને માટે મિત્ર શીન્ડ્‌લર જવાબદાર છે. બીથોવનના મૃત્યુ પછી