આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
મોત્સાર્ટ અને બીથોવન
 


સંભળાવવાની મેં મોત્સાર્ટને વિનંતી કરી. હાર્પિસ્કોર્ડની સામે જ એણે ચીલાચાલુ પ્રેમગીતોની કડીઓ ગણગણવી શરૂ કરી; ને થોડી જ વારમાં ‘ઍફેટો’ શબ્દના પુનરાવર્તનથી ભરેલી નવી શીઘ્રસ્ફુરિત સૂરાવલિ ગાવી શરૂ કરી અને સાથે પિયાનો પણ વગાડવા માંડ્યો. એને મસ્ત મૂડમાં જોઈને કોઈ શીઘ્રધ્રસ્ફુરિત ક્રોધગીત ગાવાની મેં એને વિનંતી કરી. આ માટે એણે એવી સૂરાવલિ ઊપજાવી કે વચમાં અચાનક ઊંચા સ્વરોમાં એ ‘પર્ફિડો’ શબ્દ ગાવા માંડતો, અને એ જ વખતે એ હાર્પિસ્કોર્ડની કીઝ (ચાવીઓ) જોરથી ઠમકારતો. એનામાં જાણે કોઈ અલૌકિક આત્મા પ્રવેશ્યો હોય એવું મને લાગ્યું.
એના નાનકડા હાથ હાર્પિસ્કોર્ડના છઠ્ઠા સપ્તકની કીઝ (ચાવીઓ) સુધી પહોંચતા જ નહિ, એ જોતાં એના સ્કૂર્તિલા વાદનમાં મને અદ્દભુત કૌશલ્ય દેખાયું. મેં એવું પણ સાંભળ્યું છે કે જોહાન ક્રિશ્ચિયન બાખે અધૂરું પડતું મૂકેલું એક ફ્યુગ મોત્સાર્ટે પ્રગલ્ભ સુંદરતાથી પૂરું કરેલું.
પિતા લિયોપોલ્ડ ભલે એને પુખ્ત ઉમરનો પુરુષ ગણતો હોય, પણ હકીકતમાં તો એ આખરે એક બાળક જ હતો. એક વાર એ મને કાંઈક વગાડી સંભળાવતો હતો ત્યારે એની પ્રિય બિલાડી ઓરડામાં ઘૂસી આવતાં વગાડવાનું પડતું મૂકીને એ બિલાડી જોડે રમવા માંડ્યો. લિયોપોલ્ડ અને હું બંને એને સમજાવીને થાક્યા છતાં એ કેમ કરીને માન્યો જ નહિ, અને ફરી સંગીત શરૂ કર્યું જ નહિ. એને રમકડાં પણ ખૂબ વહાલાં હતાં.

લંડનથી મોત્સાર્ટ પરિવાર નેધર્લૅન્ડ્સ ગયો. ત્યાં કાલાઈ, લીલે, ગૅન્ટ અને હેગ નગરોની મુલાકાત લીધી. હેગમાં પ્રિન્સ ઑફ ઑરેન્જના દરબારમાં રાજકુંવરી કેરોલાઈન નાસોવીલ્બર્ગ આગળ મોત્સાર્ટે જલસો આપ્યો. મળતાવડા સ્વભાવ વડે આ પ્રવાસમાં મોત્સાર્ટે સરહદ પર એક કસ્ટમ્સ ઑફિસરનું દિલ જીતી લીધેલું. લિયોપોલ્ડ લખે છે : “વાયોલિન ઉપર મોત્સાર્ટે વગાડવા માંડેલા