આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૨૧
 

 માઈન્યુએટની અસર એ ઑફિસર ઉપર એવી થઈ કે અમારી પાસેથી કસ્ટમ્સ ડ્યૂટી લીધા વગર જ એણે અમને જવા દીધા !” હેગથી જર્મનીના વૉર્મ્સ, આખેન, કોલોન અને બૉન નગરોની મુલાકાતો લઈ મોત્સાર્ટ પરિવાર ઘરે સાલ્ઝબર્ગ પાછો ફર્યો. બાળપણમાં હાથીની ગર્જના જેવા ટ્રમ્પેટના અવાજથી મોન્સ્ટાર્ટ હબકી જતો. આ હબક એના મનમાં ઊંડી પેસી ગયેલી. એને દૂર કરવા લિયોપોલ્ડે એક વાર બાળ મોત્સાર્ટના કાનની નજીક જઈ જોરથી ટ્રમ્પેટ વગાડેલું અને મોત્સાર્ટ મૂર્છિત થઈ ઢળી પડેલો. આ હબક દૂર થતાં બેત્રણ વરસ લાગેલાં.

પ્રથમ ત્રણ પ્રવાસોથી લિયોપોલ્ડને 7,000 ગલ્ડનનો ચોખ્ખો નફો થયો. ઉપરાંત અસંખ્ય ઘડિયાળો, વીંટીઓ, છીંકણીની ડબ્બીઓ અને એવી બીજી વસ્તુઓ મળી તે તો અલગ. એ બધી વસ્તુઓમાંથી મોટા ભાગની તો પછીનાં વરસોમાં એનું કુટુંબ નાણાકીય ભીડમાં આવી જતાં વેચી દેવી પડેલી. પણ એમાંથી કેટલીક સાચવી રાખેલી વસ્તુઓ આજે સાલ્ઝબર્ગના મોત્સાર્ટ મ્યુઝિયમમાં છે. એમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસા અને પ્રિન્સ આર્ચબિશપે આપેલી વીંટીઓ જોવા મળે છે.

નવા પ્રવાસો

ફરી નવા પ્રવાસે નીકળી પડવા લિયોપોલ્ડ વ્યાકુળ બન્યો. 1767ના અંતમાં વિયેનામાં રાજકુમારી આર્ચડચેસ મારિયા જૉસેફાનું લગ્ન નેપલ્સના રાજા ફર્ડિનાન્ડ જોડે ગોઠવાયું છે એમ જાણમાં આવતાં લિયોપોલ્ડને તક ઝડપી લેવાનું મન થયું. અગિયારમી સપ્ટેમ્બરે સાલ્ઝબર્ગથી કુટુંબ સહિત નીકળી પડીને પંદરમીએ એ વિયેના આવી પહોંચ્યો. પણ એ જ દિવસે ત્યાં રાજકુમારી મારિયા જૉસેફાનું શીતળામાં અવસાન થતાં એ બિચારાની તો યોજના ચોપટ થઈ ગઈ. પોતાના કુટુંબને શીતળાના ચેપથી બચાવવા એ તરત જ સહકુટુંબ ભાગીને