આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૩૧
 


રજાની પરવાનગી માંગવામાં આવેલી. આ અરજી ઉપર નામંજૂરીની મહોર મારતાં આર્યબિશપે પેન્સિલથી નોંધેલું: “પિતા અને પુત્ર બંનેને બીજે નસીબ અજમાવવા માટે મુક્તિ આપું છું.” આ રીતે આર્ચબિશપે લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંનેને નોકરીમાંથી છૂટા કરી દીધા ! લિયોપોલ્ડને આ નોકરી વગર પાલવે તેમ નહોતું કારણ કે ભલે ને નાની પણ સુનિશ્ચિત આવક છોડીને એ આધેડ ઉંમરે બીજે નોકરી શોધવા માટે રાજી નહોતો. તેથી એણે તો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડોને કરગરીને પોતાની નોકરી પાછી મેળવી લીધી; પણ મોત્સાર્ટ માટે કરગર્યો નહિ. મોત્સાર્ટે એ નોકરીમાંથી છૂટા થતી વેળા કોલોરાડોને આભારપત્ર લખ્યો :

1 ઑગસ્ટ, 1777
 
યોર ગ્રેસ, મોસ્ટ વર્ધી ઑફ ધ હોલી રોમન એમ્પાયર,
અમારી દુઃખી પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરી હું તમને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતો. 14 માર્ચ, 1777 ના રોજ મારા પિતાએ કરેલી નમ્ર અરજીમાં એ વર્ણન છે જ. બહાર જો કોઈ સારી તક મળતી હોય તો તે ઝડપી લેવા માટે રજાની પરવાનગી માંગતી એક અરજી મારા પિતાએ અગાઉ પણ કરેલી. પણ વિયેનાથી હિઝ મેજેસ્ટી ધ એમ્પરર આવવાના હોવાથી એ વખતે ઑર્કેસ્ટ્રા તૈયાર રાખવો પડે એવું હતું. તેથી આપે તે અરજી નામંજૂર કરેલી. મારા પિતાએ ત્યારે સમજદારીથી સંજોગો સંભાળી લઈ છેલ્લે અત્યારની અરજી કરી, જેને આપે ફરીથી નામંજૂર કરી. હવે મારા પિતાએ મને એકલો જ પ્રવાસે મોકલવાનું નક્કી કર્યું છે. તે છતાં પણ આપે મારી સામે વાંધા ઉઠાવ્યા છે ! હે માલિક ! સંતાનો પોતાનો રોટલો જાતે જ રળી ખાતાં શીખે તે માટે માબાપ તેમને ત્યજી દેવા માટે બનતા પ્રયત્નો કરે છે. કુટુંબોનું અને રાજ્યનું હિત આમાં જ રહેલું છે. ઈશ્વર પાસેથી જેટલી શક્તિ કે પ્રતિભા સંતાનને મળેલી હોય તેટલા પ્રમાણમાં સંતાન પ્રગતિ કરીને ભવિષ્યને ઉજ્જ્વળ અને સુરક્ષિત