આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૩૭
 


પડ્યો. ઉપરાંત નિકોલા પિચીનીના ઑપેરા ‘લા બૂના ફિલીઊલા’ તથા ‘સિઝર ઇન ઇજિપ્ત’ અને હેસેનો ઑપેરા ‘પાર્તેનોપે’ પણ મોત્સર્ટને ગમ્યા. પૅરિસમાં મોત્સાર્ટે બેરોન ફૉન ગ્રીમને નારાજ કર્યો ! પરસ્પર દુશ્મન હરીફ સંગીતકારો પિચીની અને ગ્લક વચ્ચે ચાલતા ઝઘડામાં મોત્સાર્ટે પિચીનીને ટેકો આપ્યો નહિ કારણ કે મોત્સાર્ટને ગ્લકનું સંગીત ખૂબ ગમતું. ગ્રીમ પિચીનીનો તરફદાર હતો. ગ્રીમે મોત્સાર્ટ માટે સંગીતની કોઈ વરદી લાવી આપવાની તસ્દી લીધી નહિ. ગ્રીમે લિયોપોલ્ડને કાગળ લખ્યો :

તારા છોકરામાં ધગશનો અભાવ છે, એ ભોટ છે, નાદાન છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય એ તેને આવડતું જ નથી ! દુનિયાદારીની સમજ વિના તે કેવી રીતે સફળ થશે ? એનામાં સંગીતની ટેલેન્ટ ઓછી હોત અને દુનિયાદારીની સમજ તથા આવડત થોડી પણ હોત તો એ ઝળકી ઉઠ્યો હોત ! અને મને તેની ચિંતા કરવાની કોઈ જરૂર જ રહેત નહિ !

મોત્સાર્ટે પણ લિયોપોલ્ડને પત્ર લખ્યો :

મોન્સિયે ગ્રીમે પછી મને પૂછ્યું, “મારે તારા પિતાને શું કહેવું ? તારે કરવું છે શું ? તારે અહીં રહેવું છે કે મેન્હીમ જવું છે ?” મારાથી હસી પડ્યા વિના રહેવાયું નહિ. મેં જવાબ આપ્યો, “હવે મેન્હીમ જઈને હું શું કરીશ ? હું પૅરિસ આવ્યો જ હોત નહિ તો વધુ સારું રહેત એવું મને લાગે છે. પણ હવે જ્યારે આવી જ ગયો છું તો અહીં આવવાનો કોઈ ફાયદો મેળવવા હું જરૂર પ્રયત્ન કરીશ.” મોન્સિયે ગ્રીમે જવાબ આપ્યો, “મને એવું નથી લાગતું કે અહીં પૅરિસમાં તું કંઈ સિદ્ધ કરી શકે !” મેં પૂછ્યું : “કેમ નહિ ? સાવ નિમ્ન કક્ષાના અધકચરા સંગીતકારો પણ અહીં પૅરિસમાં પગદંડો જમાવીને બેઠા છે તો મારા જેવા ટેલેન્ટેડ સંગીતકારોને અહીં શા માટે કોઈ પણ તક મળે નહિ ?” મોન્સિયે ગ્રીને જવાબ આપ્યો, “તું અહીં પૂરતો પ્રવૃત્ત રહેતો નથી, બેસી રહે છે....” અક્કલ વગરના ફ્રેંચ લોકો