આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૪૯
 

કરતી. એ નાણાકીય બાબતો પણ સારી રીતે પાર પાડતી. ઉપરાંત, અતિરેકમાં સરી પડવામાંથી મોત્સાર્ટને ઉગારી લેતી તથા તેને ગેરવાજબી નિર્ણયો લેતો અટકાવતી. મોત્સાર્ટનાં બે બાળકોની એ ઉમદા માતા પણ બની. લગ્ન પછી મોત્સાર્ટ પિતાને માત્ર બે જ વાર મળ્યો. લગ્ન પછી મોત્સાર્ટે પાંજરામાં સ્ટર્લિન્ગ પંખી પાળ્યું.

વિયેનામાં કારકિર્દી

જીવનનાં અંતિમ નવ વરસોમાં વિયેના જ મોત્સાર્ટનું ઘર બની રહ્યું. પણ એ નવ વરસોમાં એણે બાર વાર ઘર બદલ્યું ! ફ્રી લાન્સ કારકિર્દી સહેલી નહોતી. અહીંનો દરબારી ઈટાલિયન સંગીતકાર એન્તોનિયો સાલિયેરી (1750-1825) મોત્સાર્ટના વિકાસમાં એક પછી એક અડચણો ઊભી કરતો ગયો, એ મહાકાવતરાબાજ ચાલાક ગઠિયો હતો. મોત્સાર્ટે કહેલું : “હું વિયેનાનો શ્રેષ્ઠ કંપોઝર છું.” સાલિયેરીએ ફટકો મારેલો : “થોડી નમ્રતા તને વધુ શોભશે !” પ્રસિદ્ધ પિયાનિસ્ટ ક્લૅમેન્તી સાથે પિયાનોવાદનની હરીફાઈમાં મોત્સાર્ટ ઊતર્યો. મોત્સાર્ટ વિજયી બન્યો.

સેરાલિયો

ગૉટ્લીબ સ્ટેફોનેએ તૈયાર કરેલા સંવાદો ઉપર મોત્સાર્ટે જર્મન ઑપેરા લખ્યો ‘સેરાલિયો’. 1782ના જુલાઈની સોળમીએ એનો પ્રીમિયર શો થયો. એને મોત્સાર્ટનો પ્રથમ સફળ ઑપેરા ગણવામાં આવે છે, કારણ કે મહિનાઓ સુધી એ સતત ભજવાતો રહ્યો. છતાં સમ્રાટ જૉસેફ બીજો પ્રસન્ન નહોતો. એણે મોત્સાર્ટને કહ્યું, “પ્રિય મોત્સાર્ટ, સ્વરો વધુ પડતા છે !”

કૉપીરાઈટ ક્ષેત્રે એ જમાનામાં સુવર્ણયુગ ચાલી રહેલો કારણ કે કૉપીરાઈટ્સ કે રૉયલ્ટીના હક્ક હજી સુધી અસ્તિત્વમાં આવેલા જ નહિ ! આ ઑપેરાની કથા સ્ટેફાનેએ ક્રિસ્ટૉફ ફ્રિડરિખ બેટ્ઝનર નામના લેખકના ‘બૅલ્મોન્ટ ઍન્ડ કૉન્સ્ટાન્ઝે – ઑર ધ સેરાલિયો સિડક્શન’