આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૫૦
 


નામના નાટકમાંથી ચોરેલી ! વળી બૅટ્ઝનરે એ કથા કોઈ અગાઉના લેખકમાંથી તફડાવેલી ! પણ બેટ્ઝનર તો ગિન્નાયો. લિપ્ઝિકનગરના એક છાપામાં એણે 1782માં એક નોટિસ છપાવી :

વિયેનામાં રહેતા મોત્સાર્ટ નામના એક માણસે એના ઑપેરા માટે મારા નાટક ‘બલ્મોન્ટ ઍન્ડ કૉન્સ્ટાન્ઝે’ના કથાસંવાદોનો ગેરઉપયોગ કર્યો છે. અહીં હું એનો કાયદેસર વિરોધ કરું છું.

પણ મોત્સાર્ટનો એ ઑપેરા તો 1783 સુધી વિયેનામાં ધૂમ મચાવતો રહ્યો. યુરોપનાં બીજાં નગરોમાં પણ એ લોકપ્રિય બન્યો. પ્રાહામાં તો એ સાંભળવા લોકો ઘેલા બનતા. (પ્રાહા નગર મોત્સાર્ટની કદર કરવામાં પહેલેથી જ મોખરે રહ્યું છે.) એનાથી મોત્સાર્ટ થોડાં નાણાં પણ ઊભાં કરી શક્યો. સંગીતકાર ગ્લકે પ્રસન્ન થઈને આ ઑપેરાનાં વખાણ કર્યાં.

‘સેરાલિયો’નો સ્કોર પબ્લિશ કરવા માટે લિયોપોલ્ડ મોત્સાર્ટને સતત સમજાવતો રહ્યો. પણ ધંધાદારી બાબતોમાં મોત્સાર્ટના હંમેશના લાસરિયા ખાતાને કારણે સફળતાની એક તક હાથતાળી આપીને ચાલી ગઈ. 1985માં ઑગ્સ્બર્ગનો એક પ્રકાશક એની અનધિકૃત આવૃત્તિ છાપીને ધૂમ કમાયો. કૉપીરાઈટના સર્વ હક્ક સર્વને સ્વાધીન હોવાથી મોત્સાર્ટ લાચાર બનીને જોઈ રહેવા સિવાય બીજું કશું કરી શકે એમ નહોતો ! પણ એ વખતે આ પ્રકારની તફડંચીઓ સર્વવ્યાપક હતી. સામાન્ય ચાલ એવો હતો કે પ્રીમિયર શો માટે લેખકને અને કંપોઝરને સામટી થોડી રકમ મળી જતી. એ પછી ફરી જે થિયેટર એ નાટક કે ઑપેરાને સૌ પહેલાં ભજવે એ થિયેટરની માલિકીનું એ નાટક કે ઑપેરા ગણાતાં. જર્મન સામયિક ‘ડ્રામાટિકે ફ્રૅગ્મેન્ટે’માં ફ્રીડરિક શિન્કે 1782માં ‘સેરાલિયો’નો રિવ્યૂ કર્યો. સંગીત વડે શ્રોતાઓની લાગણીઓનું ઉદ્દીપન કરવા બદલ તેણે મોત્સાર્ટનાં અઢળક વખાણ