આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૫૯
 

 સ્વરનિયોજન કરવામાં કંપોઝરને સરળતા રહે. એના પર મોત્સાર્ટે સર્જલા ઑપેરાનો પ્રીમિયર શો વિયેનામાં 1786ના મેની પહેલીએ થયો. શ્રોતાઓએ તો ઉમળકાભર્યો આવકાર આપ્યો પણ ઑસ્ટ્રિયન સમ્રાટને આ ઑપેરા અશ્લીલ જણાયો એટલે તરત જ એના પર પ્રતિબંધ આવી પડ્યો ! મોત્સાર્ટ હતાશામાં સરી પડ્યો અને એણે લંડન જઈ સ્થિર થવાનું વિચાર્યું. હમણાંના તો વિયેનાવાસીઓ પણ મોત્સાર્ટની ઑર્કેસ્ટ્રલ કૃતિઓ – સિમ્ફની અને કન્ચર્ટો – ને દાદ આપતા નહોતા.

પણ ‘મૅરેજ ઑફ ફિગારો’ની સુવાસ પ્રાહા પહોંચી. પ્રાહાના કાઉન્ટ થુને એ ઑપેરા પ્રાહામાં ભજવવા માટે માત્સાર્ટને આમંત્રણ આપ્યું. એ જ વર્ષ આ ઑપેરા એ નગરમાં ભજવાયો. ‘મૅરેજ ઑફ ફિગારો’ના પ્રીમિયર શો આ મુજબ છે :

વિયેના – 1786 (કન્ડક્ટર મોત્સાર્ટ), પ્રાહા – 1786 (કન્ડક્ટર મોત્સાર્ટ), જર્મની – 1787, મોન્ઝા (ઇટાલી) – 1787, પેરિસ – 1793, લંડન – 1812, ન્યૂ યૉર્ક – 1824, સેંટ પીટર્સબર્ગ (રશિયા) – 1836, રિયો દ જાનેરો (બ્રાઝિલ) – 1848.

લોરેન્ઝે દિ પોન્તીની સ્મૃતિ

લોરેન્ઝો દિ પોન્તીએ (1749-1838) 1828માં આત્મકથા ‘મેમ્વાયર્સ’ લખેલી. તેમાં ‘મૅરેજ ઑફ ફિગારો’ના સર્જન વિશે એ લખે છે :

…હું મોત્સાર્ટ પાસે ગયો અને મેં પૂછ્યું : “હું નાટક લખું એ પરથી તું ઑપેરા લખીશ ખરો ?” એ તરત બોલ્યો, “હા. મારી પણ એ જ ઈચ્છા છે, પણ મને ખાતરી નથી કે એને ભજવવા માટે સમ્રાટ પરવાનગી આપે.” મેં જવાબ આપ્યો, “એની વ્યવસ્થા હું કરી લઈશ.”