આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૭૭
 


યુરોપભરમાં ધીમે ધીમે મોત્સાર્ટના સંગીતની ભજવણીઓ તથા સંશોધનો શરૂ થયાં. ક્લેરિનેટ વાદક સ્ટેડલરે મિત્ર મોત્સાર્ટે પોતાને માટે લખેલી ક્લેરિનેટ કૃતિઓના વાદનના જાહેર જલસા કરી એની કમાણી કૉન્સ્ટાન્ઝેને આપી.

બીથોવને પણ એક વાર મોત્સાર્ટના થોડા પિયાનો કન્ચર્ટોનો એક જલસો કરેલો, એ જલસાની રૉયલ્ટીની રકમ તેણે કૉન્સ્ટાન્ઝેને મોકલેલી. હવે એક ઉત્તમ ચૅલીસ્ટ અને સંગીતના રસિયા એવા લિપ્ઝિકના રાજા ફ્રીડરિખ વિલિયમ બીજાએ જાહેર કર્યું કે 1789માં મોત્સાર્ટ લિપ્ઝિક આવેલો ત્યારે તેણે લિપ્ઝિક ઑર્કેસ્ટ્રાના ડાયરેક્ટરની પદવી મોત્સાર્ટને આપવાની દરખાસ્ત કરેલી; પણ મોત્સાર્ટે તે ઠુકરાવેલી. આવી દરખાસ્તનો ઉલ્લેખ મોત્સાર્ટે ક્યાંય પણ કર્યો નહિ હોવાથી તેની સત્યાસત્યતાની ખાતરી થઈ શકતી નથી. સાલ્ઝબર્ગમાં જ્યાં મોત્સાર્ટનો જન્મ થયેલો તે ગૅટ્રીડેગાસે શેરીનું નવ નંબરનું મકાન મોત્સાર્ટ મ્યુઝિયમમાં ફેરવાયું. મોત્સાર્ટની જિંદગી ભલે ટૂંકી હતી, માત્ર પાંત્રીસ વરસની; પણ તેની કારકિર્દી ટૂંકી નહોતી, તે અઠ્ઠાવીસ વરસ લાંબી હતી !

1797માં કૉન્સ્ટાન્ઝે વિયેના ખાતેના ડૅનિશ એલચી જ્યૉર્જ નિકોલસ નીસેનને મળેલી. એ બંને પ્રેમમાં પડ્યાં. એ વખતે નીસેન છત્રીસ વરસનો હતો. એની સાથે કૉન્સ્ટાન્ઝેએ લગ્ન વિના રહેવું શરૂ કરેલું, પણ 1809માં એ બંને કૉપનહેગનમાં પરણી ગયાં; અને ત્યાં જ એ બંને 1819 સુધી રહ્યાં. પણ એ વર્ષે નીસેન ત્યાંની નોકરીમાંથી નિવૃત્ત થતાં આ યુગલ 1820થી સાલ્ઝબર્ગ આવી સ્થિર થયું. 1826માં નીસેન અવસાન પામ્યો. સાલ્ઝબર્ગમાં એના જીવનનાં છેલ્લાં છ વરસ મોત્સાર્ટના જીવન અંગે સંશોધન કરવામાં વીતેલાં. એણે ભેગી કરેલી માહિતી એના અવસાન પછી બે વરસે 1828માં મોત્સાર્ટની પ્રથમ જીવનકથા તરીકે પ્રગટ થઈ. કૉન્સ્ટાન્ઝેએ નીસેનને