આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
મોત્સાર્ટ અને બીથોવન
 

સાલ્ઝબર્ગમાં લિયોપોલ્ડની કબરમાં દફનાવ્યો. પાંત્રીસ વરસ પહેલાં મોત્સાર્ટને એણે લિયોપોલ્ડની કબરમાં શા માટે ન દફનાવ્યો ?

મોત્સાર્ટનાં બચેલાં ત્રણ બાળકોમાંથી બાળપણ વળોટીને બે મોટાં થયાં. મોટો પુત્ર કાર્લ (સપ્ટેમ્બર 17, 1784 - ડિસેમ્બર 31, 1858) થોડા વખત માટે સંગીતમાં ફાંફાં મારીને સરકારી નોકરીમાં સ્થિર થયો. એણે આખી જિંદગી ઇટાલીમાં ગુજારી અને મિલાનમાં મૃત્યુ પામ્યો. નાનો પુત્ર ફ્રાન્ઝ ઝેવર વુલ્ફગૅન્ગ (જુલાઈ 26, 1791 જુલાઈ 29, 1844) બુઝુર્ગ હાયડન હેઠળ તાલીમ લઈને સારો પિયાનોવાદક બન્યો. બંને આજીવન અપરિણીત રહ્યા અને નિઃસંતાન મૃત્યુ પામ્યા. બાળકોના ઉછેરની ચિંતા પણ મોત્સાર્ટે કરેલી. પુત્ર કાર્લની રેઢિયાળ સ્કૂલથી મોત્સાર્ટ થાક્યો હતો. એ સ્કૂલમાંથી તેને ઉઠાડી લઈ બીજી કોઈ સારી સ્કૂલમાં એને બેસાડવાની એની ઇચ્છા હતી. કટાક્ષમાં મોત્સાર્ટે કહેલું : “દુનિયાને સારા ખેડૂતો પૂરા પાડવાની ચિંતા જ એ સ્કૂલને છે.”

મોત્સાર્ટના મૃત્યુ પછી કૉન્સ્ટાન્ઝે પચાસ વરસ સુધી – 1842 સુધી જીવી; છતાં 1829 સુધી – મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસ સુધી – જીવેલી મોત્સાર્ટની બહેન નૅનર્લ સાથે એને કોઈ સંપર્ક નહોતો. એ બંને મળ્યાં પણ નહિ. કૉન્સ્ટાન્ઝેએ જીવનના અંતિમ વર્ષમાં કહેલું : “મારા બંને પતિઓમાંથી વધુ પ્રેમાળ કોણ એ નક્કી કરવું મારે માટે મુશ્કેલ છે. મારું ચાલે તો હું બંને સાથે રહેવા ચાહું.”

બ્રિટિશ સંગીતકારોએ મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતનું ગાયનવાદનમંચન કરી રૉયલ્ટીની રકમો કૉન્સ્ટાન્ઝેને મોકલવા માંડી એ જોતાં એવું લાગે છે કે લંડનથી મળેલા આમંત્રણનો સ્વીકાર કરી મોત્સાર્ટે કોઈ પણ રીતે પૈસા ઉધાર લઈ લંડન પહોંચી જવા જેવું હતું. કદાચ બ્રિટનની સંગીતપ્રેમી પ્રજાએ મોત્સાર્ટને આટલા બધા ક્રૂર સંજોગોમાં મરવા દીધો હોત નહિ જ ! સાલિયેરીએ પોતાના