આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મોત્સાર્ટ અને બીથોવન
 


સૌથી વધુ પ્રવાહી અને લચકીલું સંગીત મોત્સાર્ટે આપ્યું છે.
– ઍરિક બ્લૉમ

(‘રેલ્ફ હીલ’માં ‘ધ સિમ્ફની’, 1949)
 
યાતના, દર્દ અને ત્રાસની અભિવ્યક્તિમાં મોત્સાર્ટની ત્રણ કૃતિઓ સિમ્ફની નં. 40 (૯ માઈનોર), ‘ઑપેરા ડિન જિયોવાની’ અને ક્વીન્ટેટ (ઇન ૮ માઈનોર) k 516ને કોઈ પહોંચી વળી શકે નહિ.
– ચાર્લ્સ રોસેન

(‘ધ ક્લાસિકલ સ્ટાઈલ’)
 
“મોત્સાર્ટનું સંગીત વધુ પડતું મીઠું છે” એવી ફરિયાદ કરનારને હું પૂછું છું : બધાં જ બાળકો મોત્સાર્ટ વગાડવામાં શા માટે આનંદ અનુભવે છે ? વળી એમાં એ બધાં સફળ શા માટે થાય છે ? કારણ એ છે કે બાળકો અને મોત્સાર્ટમાં એક ગુણવત્તા સરખી છે. એ છે – શુદ્ધિ અને નિખાલસતા. બાળકો પૂર્વગ્રહથી મુક્ત છે, અને હજી બગડ્યાં નથી. મોટેરાં બાળકોને મોત્સાર્ટ વગાડવા કહે છે કારણ કે એ વગાડવો અઘરો નથી. પણ મોટેરાં પોતે મોત્સાર્ટને ટાળે છે કારણ કે એ ભાન ભૂલ્યાં છે.
– ઍર્ટર શ્નેબલ

(‘માઇ લાઇફ ઍન્ડ મ્યુઝિક’, 1961)
 

મોત્સાર્ટના મૃત્યુ પછી બસો વરસોમાં વાજિંત્રોમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. આધુનિક વાજિંત્રોમાં અવાજનું કદ (volume) વધ્યું