આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ વિશે
૮૩
 


છે, સપ્તકોમાં વધારો થયો છે અને વાદકને માટે એ વગાડવાં સહેલાં પણ બન્યાં છે. છતાં, અવાજના કદમાં વધારો કરવાથી અવાજની ગુણવત્તા ઘટી છે. માનવકર્ણ બહુ મોટા કે ઘોંઘાટિયા નહિ તેવા તેજસ્વી અવાજોને બહુ સારી રીતે પારખી શકે છે. સ્ટીલના તારોના બનેલા વીસમી સદીના પિયાનો મંદ્ર સપ્તકોમાં ઘોઘરા અને ખોખરા અવાજો કાઢે છે તથા તાર સપ્તકોમાં તીણી ચિચિયારીઓ પાડે છે. પિત્તળના તારોમાંથી સ્ટીન અને વૉલ્તેરે બનાવેલા મોત્સાર્ટ અને બીથોવનના ફોર્તેપિયાનો મંદ્ર અને તાર સપ્તકોમાં પણ પારદર્શક રૂપેરી અવાજો કાઢતા. આજે નગરો રસ્તા પરના ટ્રાફિક, ટ્રેનો, વિમાનો, સાઈરનો અને ફેક્ટરીઓનાં કકળાટો, ચિચિયારીઓ તથા માથું ફાડી નાંખતી ગર્જનાઓમાં ગરકાવ થયાં છે. એ ઘોંઘાટથી આધુનિક જીવનમાં આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આજના ઘોંઘાટિયા સંગીતમાં આપણને કશું અજુગતું કે ખોટું જણાતું નથી. તેથી જ, અઢારમી સદીનાં વાદ્યો પર આજે મોત્સાર્ટ વગાડવામાં આવતાં આપણને અવાજ ખૂબ પાતળો અને અસરહીન લાગે છે. પણ એ માટે તો આપણે ટેવાઈએ તો સાચું સૌંદર્ય માણી શકીએ.

– એવા અને પૉલ બેડુરા-સ્કોડા

(ઈન્ટર્પ્રિટિન્ગ મોત્સાર્ટ ઑન ધ કીબોર્ડ', 1962)